Aapnu Gujarat
બ્લોગ

ઓપરેશન ઓલઆઉટમાં નવા પ્રકારે રણનીતિ બનાવવી પડશે

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ સતત ઘુસણખોરી કરી રહ્યા છે અને આતંકવાદી સંગઠનમાં સામેલ થવા માટે યુવાનોઓને પણ લાલચ આપી રહ્યા છે. પોલીસને ઓપરેશન થકી તેમના વિરુદ્ધમાં મોટી સફળતા મળી રહી છે. આ વર્ષમાં ૨૫૭ આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા છે જે એક રેકોર્ડ છે.જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થતાં પોલીસે હાશકારો લીધો છે. જૈશ અને તેના જેવા અન્ય જૂથોના નેતૃત્વને નાબૂદ કરવામાં આવી ચૂક્યા છે. તેનાથી નિરાશ અને હતાશ થઇને આતંકવાદીઓ હવે સામાન્ય નાગરિકો અને પોલીસ જવાનોને નિશાન બનાવી રહ્યા છે. માદક પદાર્થો વિરુદ્ધ માં પણ આ વર્ષે સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ૨૮ કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં હાલના સમયમાં ૨૫૦થી ૩૦૦ આતંકવાદીઓ સક્રિય છે.મહત્વનું છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮માં જમ્મુ અને કાશ્મીરના પોલીસ પ્રમુખ એસપી વૈદને અચાનક તેમના પદ પરથી દૂર કરીને પ્રદેશનો હંગામી ચાર્જ ડીજીપી દિલબાગ સિંહને સોંપવામાં આવ્યો હતો. સિંહ ૧૯૮૭ની બેચના આઈપીએસ અધિકારી છે.જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલો આતંકી હુમલો ઈતિહાસમાં અત્યારસુધીનો સૌથી મોટો આતંકી હુમલામાંથી એક છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થનારા જવાનોની સંખ્યામાં ૯૩ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, આ પાંચ વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૮માં કાશ્મીરમાં નાગરિકો, સુરક્ષાદળો અને આતંકવાદીઓ- ત્રણેયના મોતની સંખ્યામાં વધારો થયો છે.૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે નાગરિકોના મૃત્યુમાં ૩૫.૭૧ ટકાનો વધારો થયો છે. જ્યારે આતંકી હુમલાઓમાં શહીદ થનારા સુરક્ષાદળોની સંખ્યામાં ૯૩ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪માં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં ૪૭ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ૨૦૧૮માં ૯૧ જવાનો શહીદ થયા હતા. આ જ રીતે ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૮માં ૪૪ જવાન વધુ શહીદ થયા હતા. જોકે, ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૮માં ૧૩૩.૬૩ ટકા વધુ આતંકીઓ માર્યા ગયા હતા. ૨૦૧૪માં ૧૧૦ આતંકી સેનાના ઓપરેશનમાં માર્યા ગયા હતા, જ્યારે ૨૦૧૮માં ૨૫૭ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ ૧૩૧૫ લોકો આતંકવાદને કારણે માર્યા ગયા. જેમાં ૧૩૮ (૧૦.૪૯ ટકા) નાગરિકો હતો, ૩૩૯ (૨૫ ટકા) સુરક્ષા દળ અને ૮૩૮ (૬૩.૭૨ ટકા) આતંકવાદીઓ હતા.૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ ૧૭૦૮ આતંકવાદી હુમલા થયા. કહી શકાય કે આ પ્રમાણે દર મહિને ૨૮ આતંકવાદી હુમલા જમ્મુ-કાશ્મીરમાં થયા. ભારત સરકારના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. આ આંકડાઓ ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે લોકસભામાં રજૂ કર્યા હતા.ગૃહ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, ૨૦૧૪માં રાજ્યમાં ૨૨ આતંકી ઘટનાઓ બની હતી. ૨૦૧૫માં તેમાં નજીવો ઘટાડો આવ્યો અને આ આંકડો ૨૦૧૮ થયો હતો. પરંતુ ૨૦૧૬ બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં સતત વધારો થયો છે. ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરમાં આતંરી ગતિવિધિઓમાં ૫૪.૮ ટકાનો વધારો થયો, ૨૦૧૭માં ૬ ટકાનો વધારો થયો છે. આ વર્ષે ૩૪૨ આતંકી હુમલાઓ થયા. ૨૦૧૮માં આ આંકડામાં ૭૯.૫૩ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૮માં ૬૧૪ આતંકી હુમલાઓ થયા. આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૮માં દર મહિને ૫૧ આતંકી હુમલાઓ થયા.કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી આતંકી હુમલા ઓછા થયા છે.ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ ૨૦૧૪માં ૩ આતંકી હુમલા થયા. જો કે ત્યારબાદ ૨૦૧૮માં માત્ર એક જ આતંકી હુમલો થયો છે. ૨૦૧૫-૧૬માં માત્ર એક-એક હુમલા કરાયા. જો કે ૨૦૧૭માં એક પણ આતંકી હુમલો નથી થયો. આતંકી હુમલામાં કુલ ૧૧ નાગરીકોનાં મોત થયા હતાં. જેમાંથી ૧૧ સુરક્ષા જવાનો શહીદ થયા હતાં. જ્યારે સૈન્યએ ૭ આતંકીઓને ઠાર કર્યા હતાં.નકસલ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો પાછલા ૫ વર્ષમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. પાછલા પાંચ વર્ષોમાં કુલ ૪,૯૬૯ નકસલી હુમલા થયા છે. ૨૦૧૪માં ૧૦૯૧ નક્સલી હુમલા અને ૨૦૧૮માં ૮૩૩ નકસલી હુમલા થયા છે. ૨૦૧૫માં ૧૦૮૯, ૨૦૧૬માં ૧૦૪૮ અને ૨૦૧૭માં ૯૦૮ નકસલી ઘટના સામે આવી છે. નકસલી હુમલા દરમિયાન પાછલા પાંચ વર્ષોમાં નાગરીકોનાં મોતનો આંક્ડો ઘટ્યો છે. ત્યારબાદ નકસલીઓ વિરૂદ્ધ ચલાવાયેલા ઓપરેશન દરમિયાન દર વર્ષે વધારેમાં વધારે નકસલીઓ ઠાર કરાયા. ૨૦૧૪માં ૬૩ નક્સલી માર્યા ગયા હતાં. જો કે ૨૦૧૮માં ૨૨૫ નકસલીઓ ઠાર મરાયા.પૂર્વોત્તર રાજ્યોમાં પણ હિંસક ઘટનાઓ ઓછી થઈ છે. ૨૦૧૪માં ૮૨૪ હિંસક ઘટનાઓ બની હતી. ૨૦૧૮માં ૨૫૨ હિંસક ઘટના બની.
છેલ્લા પાંચ વર્ષોમાં ૧૦૯ સુરક્ષા જવાનો શહિદ થયા છે. સૈન્યએ ૫૦૮ ઉગ્રવાદિઓને મારી નાંખ્યા.ગૃહ મંત્રાલયનાં આંકડા પ્રમાણે,જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં સતત વધારો થયો છે. ૨૦૧૪માં ૨૨૨ આતંકી હુમલા થયા, તો ૨૦૧૮માં ૬૧૪ આતંકિ હુમલા થયા. ૨૦૧૫માં ૨૦૮, ૨૦૧૬માં ૩૨૨, ૨૦૧૭માં ૩૪૨ આતંકિ ઘટના બની. પાછલા પાંચ વર્ષોમાં કુલ ૮૩૮ આતંકીને ઠાર મરાયા. જ્યારે ૩૩૯ સુરક્ષાજવાનો શહિદ થયાં. કુલ ૧૩૮ નાગરિકોનાં મોત થયા હતાં. પુલવામા હુમલો ઓપરેશન ઓલઆઉટને માટે સીધો પડકાર છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તરફથી થઇ રહેલા દાવાઓ સામે સવાલ ઉઠ્યા છે. જો ઓપરેશન ઓલ આઉટથી આતંકવાદીઓને કમર તુટી ગઇ હતી તો પછી જૈશના આતંકવાદીઓ પુલવામા હુમલો કરવામાં કેવી રીતે સફળ થયા.પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલો દેશવાસીઓ અને શહીદ પરિવાર માટે જેટલો કષ્ટદાયક રહ્યો છે. તેટલો જ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની ગયો છે. ઓપરેશન ઓલઆઉટમાં જૈશ-એ-મોહમ્મદના ઘણા ટોપ કમાન્ડર ઠાર મરાયા. જૈશની પાકિસ્તાન સ્થિત કેડર નબળી પડી ગઇ હતી પરંતુ એક સ્થાનિક આતંકવાદીના દમ પર જૈશએ પોતાની રચના બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. આ હુમલા બાદ ઓપરેશન ઓલઆઉટમાં સુરક્ષાદળોને ફરીથી નવા પ્રકારે રણનીતિ બનાવવી પડશે.ભારતીય સેનાએ અન્ય સુરક્ષાદળો સાથે મળીને ૨૦૧૭માં ૨૧૭ આતંકવાદીઓ અને ૨૦૧૮માં ૨૫૦ આતંકવાદીઓને કાશ્મીરમાં ઠાર માર્યા. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૮૦થી વધુ આતંકી છે. તેમજ ૬૦ આતંકવાદી તો પાકિસ્તાન અને પીઓકેના હતા. ઓપરેશન ઓલઆઉટમાં જૈશના ઘણા ટોપ કમાન્ડરને ઢાળી દેવામાં આવ્યા. જેમાં નૂર તાંત્રે, તલા રાશિદ, મસૂદ અઝહરનો ભત્રીજો વગેરે સામેલ છે.મસૂદ અઝહરનું સંગઠન કાશ્મીરમાં પોતાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું હતુ. પરંતુ પુલવામા હુમલાથી જૈશ ઉપસ્થિતિ ફરી સામે આવી છે. આ પડકારનો સામનો કરવા માટે સુરક્ષા દળોએ નવેસરથી રણનીતિ બનાવવી પડશે. ગત વર્ષે ૨૦૦થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા. તો તેની સામે ૧૫૦થી વધુ આતંકવાદીઓને આતંકી સંગઠનોએ ભરતી પણ કરી. તેવામાં કાશ્મીરમાં હજુ પણ ૩૦૦થી વધુ સ્થાનિક આતંકવાદીઓ છે. આ આતંકવાદીઓ પર સુરક્ષાદળોએ ગાળિયો વધુ મજબૂત કરવો પડશે. કારણ કે જૈશ-એ-મોહમ્મદની પાસે પીઓકેમાં પોતાની કેડર ઘણી ઓછી છે જેથી તે સ્થાનિક આતંકવાદીઓના દમ ઉપર ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરની ધરતીને રકતરંજીત કરનારા પાકિસ્તાન સામે ભારત સરકાર કડક કાર્યવાહીનું આશ્વાસન આપી રહી છે. અને સાથે જ કહી રહી છે કે સેનાને કાર્યવાહી કરવા માટે ખુલી છૂટ અપાઇ છે. ત્યારે આવો જાણીએ કે પાકિસ્તાનને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભારતીય સેના કયા પ્રકારના સંભવિત આકરા પગલા લઇ શકે છે.ભારતવાસીઓ ઇચ્છે છે કે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવા માટે મજબૂર કરવા માટે સરકાર કોઇ મોટી સૈન્ય કાર્યવાહી કરે. એક રિપોર્ટ મુજબ ભારતીય સેના પાસે એવા કેટલાક વિકલ્પો છે કે જેનો ઉપયોગ કરીને ભારતીય સેના જોખમથી દૂર રહી શકે છે. જેમાં મિસાઇલ હુમલો, હવાઇ હુમલો અને સરહદ પાર પાકિસ્તાની આતંકી અડ્ડાઓ પર હુમલા કરવાના વિકલ્પ સામેલ છે.ચોક્કસ ઠેકાણાઓ પર હવાઇ હુમલા ભારતીય સેના માટે વ્યવહારૂ અને પ્રભાવી વિકલ્પ છે. ભારતીય વાયુસેના પાસે સુખોઇ-૩૦ એમકેઆઇ, મિરાજ-૨૦૦૦, જગુઆર જેવા યુદ્ધ વિમાનો છે, કે જે સ્માર્ટ ગ્લાઇડર બોમ્બથી સજ્જ છે. આ યુદ્ધ વિમાનોનો ઉપયોગ એલઓસી નજીક બનેલા આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડને ખતમ કરવા માટે કરી શકાય છે.પાકિસ્તાની સેનાની ચોકીઓ, આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ્‌સને નિશાન બનાવવા માટે ભારતીય સેના પાસે સ્મર્ચ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. જે ૯૦ કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે. આ ઉપરાંત ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ પણ કરી શકે છે.જે રીતે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો હતો તે પ્રકારે પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકના અડ્ડાઓને સંપૂર્ણપણે ખતમ કરી શક્યા છે. આ ઉપરાંત ભારતીય સેના જે રીતે ઓસામા બિન લાદેન સામે અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું હતુ તે રીતે લશ્કરે તોઇબાના આતંકી હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહર સામે પણ ઓપરેશન ચલાવી શકે છે.પોતાની ધરતીની સુરક્ષા માટે તેમજ પાકિસ્તાન ઉપર ભીંસ વધારવા માટે સરહદ પર મોટી સંખ્યામાં ભારતીય સેના, ટેંક, તોપ અને અન્ય હથિયારોની તૈનાતી પણ એક વિકલ્પ છે. જેના દ્વારા ઘૂસણખોરી પર લગામ લગાવી શકાય છે. ઉપરાંત પાકિસ્તાનને પણ ડરાવી શકાય છે કે જો તે સખણું નહીં રહે તો ભારત મોટી કાર્યવાહી કરી શકે છે. સંસદ પર થયેલા હુમલા બાદ વાજપેયી સરકારના સમયમાં પણ સરહદ પર સેના ખડકી દેવામાં આવી હતી.

Related posts

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

aapnugujarat

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

aapnugujarat

सारे पुरुषों को समर्पित “नारी अबला हे”

aapnugujarat

Leave a Comment

UA-96247877-1