Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક : ૧૧૦ કેસ નોંધાતા ચકચાર

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને ૭૫ ઉપર પહોંચ્યો હતો જ્યારે નવા ૧૧૦ કેસ સપાટી ઉપર આવતા હાહાકાર મચી ગયો હતો. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્ર ચિંતાતુર બનેલું છે. વર્ષ ૨૦૧૯માં સ્વાઈન ફ્લુના કારણે રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. મોતનો આંકડો ૭૫ ઉપર પહોંચ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના કહેવા મુજબ સ્વાઇન ફ્લુ થયા બાદ યોગ્ય સારવાર લીધા પછી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૩૪૨ દર્શાવવામાં આવી છે અને તેમને રજા આપી દેવાઈ છે જ્યારે હજુ પણ ૬૬૧ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં હજુ સુધી ૬૫૫ કેસ મંગળવાર સુધી નોંધાયા હતા. આજે અમદાવાદમાં બીજા ૨૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ ૬૮૪ થઇ છે. અમદાવાદમાં મોતનો આંકડો ૧૪ ઉપર પહોંચ્યો છે. બીજી બાજુ પહેલી જાન્યુઆરી બાદથી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા આજના નવા ૧૧૦ કેસની સાથે જ વધીને ૨૧૮૫ ઉપર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર જારી રહ્યો છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના રોગચાળાને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી નથી. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા અને અન્યત્ર જગ્યાઓ ઉપર પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુનો રોગચાળો સૌથી ખતરનાક બની ગયો છે. સ્વાઇન ફ્લુને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા ૨૧૮૫ થઇ છે. આમાથી મોતનો આંકડો ૭૫ ઉપર પહોંચ્યો છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. આજે સ્વાઈન ફ્લુના નવા સેંકડો કેસ સપાટીએ આવ્યા હતા.

Related posts

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

aapnugujarat

વિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી પગાર થી વંચિત, સફાઇ કામદારોએ પગાર ના પ્રશ્ર્ને લેખિતમાં રજુઆત કામથી અળગા રહ્યા.

aapnugujarat

કાર ચોર ગેંગના સાગરિતોને પીછો કરી પકડી પડાયા : મહેસાણામાં ક્રાઇમબ્રાંચ-આરોપીઓ વચ્ચે ફાયરીંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1