Aapnu Gujarat
ગુજરાત

ફેટલ એક્સિડેન્ટના કેસ : વાહન ચાલકનું હવે લાઇસન્સ રદ થશે

કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે જાહેર રસ્તા પર કે ક્યાંય જીવલેણ અકસ્માત કરે કે તુરત જ તેનું ડ્રાઈવિંગ લાઇસન્સ છ માસ માટે સીઝ કરી દેવાય છે, પરંતુ ફેટલ એક્સિડન્ટ પ્રુવ કરવા વગેરેની કાર્યવાહીમાં વાહનચાલક છટકી જાય તેવી સંભાવના રહે છે. આ બાબતને ધ્યાને લઈ હવે ફેટલ એક્સિડન્ટ થયાના કલાકોમાં જે તે વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત કરી લેવાશે અને તેને રદ કરવા માટે પોલીસ તુરંત તેને આરટીઓમાં મોકલી આપશે. આમ, હવે ફેટલ એકસીડન્ટના કેસોમાં વાહનચાલકનું લાઇસન્સ રદ થવાની પણ પૂરી શકયતા છે. ગત સપ્તાહે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની મળેલી એક બેઠકમાં આ અંગે કડક કાર્યવાહી કરવા બાબતે નિર્ણય લેવાયો હતો. ફેટલ એક્સિડન્ટ કરનાર વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ સીઝ કરવાના બદલે તાકીદે રદ કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના અપાઈ છે. ડ્રાઈવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી સરળ અને ઝડપથી પૂરી થાય તે માટે તમામ આરટીઓ દ્વારા જે તે જિલ્લાના એસપીને પત્રવ્યવહાર દ્વારા જાણ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ પહેલાં ઉલ્લેખનીય છે કે ફેટલ એક્સિડન્ટના કેસમાં દોષિત ઠરેલા વાહનચાલકના વાહનની પહેલાં યાંત્રિક ચકાસણી કરવામાં આવતી હતી અને ત્યાર પછી દોષિત વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ ૬ માસ માટે રદ કરાતું હતું. હવે ફેટલ અકસ્માતમાં પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ પોલીસ કબજે કરશે અને આરટીઓને મોકલી આપશે. જિલ્લા પોલીસ અધીક્ષકને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે તેમના તાબા હેઠળના પોલીસ મથકને ફેટલ એક્સિડન્ટમાં સામેલ વાહનચાલકનું લાઇસન્સ જમા કરીને આરટીઓ કચેરીમાં મોકલી આપવામાં આવે, જેથી વાહનચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી કરી શકાય. આ અંગે એઆરટીઓ એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે અમદાવાદ આરટીઓમાં દર વર્ષે અંદાજે ૩૦૦ જેટલાં ડ્રાઈવિંગ લાયસન્સ સીઝ કરવામાં આવે છે. જો કે, આરટીઓ અને સરકારના સત્તાધીશોના આ નવા નિર્ણયને પગલે હવે નાગરિકો ખાસ કરીને વાહનચાલકોને પોતાના વાહનો સાવધાનીપૂર્વક ચલાવવા વધુ હિતાવહ લેખાશે.

Related posts

રાજ્યમાં ઉત્તરાયણ પર ૨૦નાં મૃત્યુ

aapnugujarat

हर्षोल्लास के साथ, भक्तिभाव के बीच गणेश विसर्जन संपन्न

aapnugujarat

रास्ते धुल जाने से छह कॉन्ट्राक्टरों को म्युनि प्रशासन द्वारा नोटिस भेजा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1