Aapnu Gujarat
બ્લોગ

પોકેમોન બાદ પબજી પાછળ યુવાધન ઘેલુ

પબજી ગેમનો યુવાનોને એવો ચસ્કો લાગ્યો છે ત્યારે પબજી ગેમની ચોંકાવનારી ઘટનાઓ રોજ સામે આવી રહી છે. એવું પણ જાણકારો કહી રહ્યા છે કે આ ગેમ દારૂ અને ડ્રગ્સ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું બહાર આવ્યું છે. તે ઉપરાંત આ ગેમ હત્યા કરવા સુધી મજબૂર કરી શકે છે.આખી દુનિયા હાલ આ ગેમ પાછળ ગાંડી બની છે. મેટ્રો શહેર હોય કે પછી મધ્યમ કે નાના અરે છેક ગામડાં સુધી હાલ આ દૃશ્યો સામાન્ય બની ગયાં છે. પબજી એટલે કે ‘પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ’. નામ પરથી જ અંદાજ આવી જાય છે કે આ ગેમ હિંસા અને મારફાડથી ભરપૂર છે. ભારતના કરોડો યુવાઓને આ ગેમનું જાણે કે વળગણ વળગ્યું છે. કોલેજિયન્સથી માંડી શાળામાં ભણતા ટીનએજર્સને પણ આ મોબાઈલ ગેમની રીતસરની નશા જેવી લત લાગી છે. આ ગેમ રમનારા એમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેઓને ન તો સમયનું કે, ન તો આસપાસનું ભાન રહે છે. ગુજરાતના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો કિસ્સો છે. જ્યાં મોબાઈલ પર સતત પબજી ગેમ રમવાની લતે ચડેલા એક ૨૦ વર્ષીય યુવાનને પિતાએ આ બાબતે ઠપકો આપતાં તેણે ઘર છોડી દીધું હતું. આ યુવાન કાંઈ સામાન્ય યુવાન ન હતો. તે અહીંની એમ. એસ. યુનિવર્સિટીમાં સાયન્સ વિભાગમાં બીસીએનો અભ્યાસ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તે છેલ્લા કેટલાક સમયથી સાવ બદલાઈ ગયો હતો. આખી રાત પોતાના મિત્રો સાથે ઓનલાઇન પબજી ગેમ રમ્યા કરતો હતો. પરિણામે તે ભણવામાં પણ પછડાઈ રહ્યો હતો. પરીક્ષાને કારણે તેનાં માતા-પિતાએ તેનો મોબાઈલ લઈ લેતાં તે ૨૯ નવેમ્બરના રોજ ઘર છોડી ક્યાંક ચાલ્યો ગયો.અત્યારે પોકેમોન ગો પછી પબજીની બોલબાલા છે. છેલ્લા આંકડા મુજબ દરરોજ ૨૦ મિલિયન એટલે કે ૨ કરોડ લોકો આ ગેમમાં એક્ટિવ હોય છે. આ આંકડામાં ચીન, જાપાન અને કોરિયાના પબજીપ્રેમીઓનો સમાવેશ થતો નથી. એન્ડ્રોઇડના પ્લેટફોર્મ એટલે કે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલના ઍપ સ્ટોર પર આ ગેમ હજુ માર્ચ, ૨૦૧૮માં રિલીઝ થઈ છે. માત્ર છ મહિનામાં આ બંને પ્લેટફોર્મ પરથી ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી છે. આ આંકડો રોજેરોજ વધી રહ્યો છે. એવું નથી કે પબજી મોબાઇલ પર સૌથી ડાઉનલોડ થયેલી ગેમ છે, પણ માત્ર થોડા મહિનામાં તેનો જે ક્રેઝ છે તે અભૂતપૂર્વ છે. પબજીના ચાહકો પબજીને ટક્કર આપે તેવી ફોર્ટનાઇટ ગેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ એવું તો શું છે પબજીમાં કે તેને એકવાર રમનારા પણ ઍડિક્ટ થઈ જાય છે ?પબજી એક બેટલ ગ્રાઉન્ડ અથવા તો સર્વાઇવલ ગેમ છે જેમાં તમારે કમાન્ડોની જેમ દુશ્મન સામે લડવાનું છે અથવા ખપી જવાનું છે. ગેમની શ?આતમાં તમને અન્ય ૯૯ લોકો સાથે એક પ્લેનમાં મોકલવામાં આવે છે. એક રશિયન આઇલેન્ડ પર તમારે ખાલી હાથે લેન્ડ કરવાનું છે. જો તમે એકલા રમતા હો તો બાકીના ૯૯ અને ચારની સ્ક્વોડ બનાવીને રમતા હોવ તો ૯૬ તમારા દુશ્મન છે. સ્ક્વોડમાં રમતા પ્લેયર્સ એકબીજા સાથે લાઇવ ચેટ કરી સ્ટ્રેટેજી બનાવી શકે છે. રેન્ગલ મેપ ગેમનો હિસ્સો છે અને તેની પાછળ એક સ્ટોરી પણ છે, વર્લ્ડ વોર ૨ દરમિયાન સોવિયત સેના દ્વારા આ આઇલેન્ડ ઉપર કબજો કરવામાં આવ્યો હતો. રશિયનો ત્યાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનું પરીક્ષણ કરતા હતા, અહીંના લોકોએ સોવિયેત સેના ઉપર હુમલો કર્યો અને એટલે જ ગેમમાં ખંડેર જેવાં ઘર, ભંગારમાં ફેરવાયેલાં વાહનો, ફેક્ટરીઓ, મિલિટરી બેઝ, તૂટેલાં વિમાનનો કાટમાળ વગેરે જોવા મળે છે. જંગલ, સરોવર, ડુંગરાળ પ્રદેશો છે. લેન્ડ કર્યા બાદ તમારે નજીકમાં જે ઘર હોય તેમાં ઘૂસીને વિવિધ પ્રકારની ગન, પિસ્તોલ, કારતૂસ, ગ્રેનેડ, બેન્જેજ, પેઇન કિલર, એનર્જી ડ્રિન્ક, હેલ્મેટ, જેકેટ વગેરે લડવા માટે જરૂરી શસ્ત્રસરંજામ લેતા જવાનું છે.બસ, પછી સામે જે આવે તેને મારતા જવાનું છે અને ભાગતા રહેવાનું છે. કોઈને મારો તો તેની પાસેની ગન સહિતની ચીજો તમને બોનસમાં મળે છે. ભાગવા માટે બાઇક, કાર, વાન જેવાં વાહનો પણ પડ્યાં હોય છે. નજર સતત ચારેબાજુ દોડાવતા રહીને તમારે ગેમ પૂરી ના થાય ત્યાં સુધી જીવતા રહેવાનું છે. ગેમમાં બ્લુ ઝોનથી બચવાનું હોય છે. આ ઝોનમાં ચારે બાજુ શક્તિશાળી ઇલેક્ટ્રિક કરન્ટ વહેતો રહે છે. ત્યાંથી ભાગવા માટે તમારે કોઈ પણ વાહન મેળવવું પડે છે. બ્લુ ઝોનમાં સપડાયેલો પ્લેયર ધીમે-ધીમે મોતને ભેટે છે, ત્યારે છેલ્લે સુધી જીવિત રહેનારને ઇનામમાં ચિકન ડિનર મળે છે. પબજી ઓનલાઇન ગેમ છે જે દક્ષિણ કોરિયાની બ્લુહોલ કંપનીએ બનાવી છે. જોકે તેના જનક છે વેબ ડિઝાઇનર બ્રેન્ડન ગ્રીન. તેમણે પીસી માટે ૨૦૧૩માં ડે ઝેડ : બેટલ રોયાલ ગેમ બનાવી હતી. ગેમની પ્રેરણા બ્રેન્ડનને જાપાનીઝ ફિલ્મ બેટલ રોયાલ પરથી મળી હતી. ફોટોગ્રાફર તથા ગ્રાફિક ડિઝાઇનર એવા ગ્રીન આયર્લેન્ડના છે અને બ્રાઝિલમાં રહેતા હતા ત્યારે ડેલ્ટા ફોર્સ : બ્લેક હોક ડાઉન તથા અમેરિકાસ આર્મી ગેમ રમતા હતા. તેના પરથી ગ્રીનને વધુ સારી ગેમ બનાવવાનો વિચાર આવ્યો. ગ્રીને છેવટે આર્મી અને ડે-ઝેડ જેવી ગેમ બનાવી. તેને અપડેટ કરી અને સોની કંપનીએ તેને ગેમ બનાવવાની ઑફર કરી. જોકે વાત જોઈએ એવી જામી નહીં અને ગ્રીન દક્ષિણ કોરિયા જતો રહ્યો. દરમિયાન તેની મુલાકાત ગેમિંગની દુનિયાની જાણીતી કંપની બ્લુહોલના ચેંગ હાંગ સાથે થઈ. બંનેએ ભેગા થઈને પબજી ગેમ બનાવી. આ ગેમનું પીસી વર્ઝન અને તે પછી એક્સ બોક્સ તેમજ પ્લે સ્ટેશન વર્ઝન રિલીઝ થતાં ગેમિંગના ચાહકો રીતસર ઝૂમી ઊઠ્યા.પબજીને રાતોરાત સફળતા મળી અને તેની લાખો કોપી વેચાઈ. પબજી તે વખતની હોટ ગેમ જેવી કે લીગ ઓફ લિજેન્ડ, ડોટા-૨, કાઉન્ટર સ્ટ્રાઇક, કોલ ઓફ ડ્યૂટીને પછાડીને નંબર વન બની ગઈ. મજાની વાત એ છે કે મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ્સમાં પબજી નંબર વન નથી, પણ તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ઓનલાઇન મોબાઇલ ગેમ્સમાં એકસાથે સૌથી વધુ ૧૩ લાખથી વધુ પ્લેયર એકસાથે રમ્યા હોય તેવો પબજીનો રેકોર્ડ છે. ગૂગલ પ્લે સ્ટોરની ઓલટાઇમ હોટ ફેવરિટ લુડો, સબવે સર્ફ, ટેમ્પલ રન, કેન્ડી ક્રશ સાગા, હિલ ક્લાઇમ્બ, ક્લેશ ઓફ ક્લેઇન્સ, ક્લેશ રોયલ, તીન પત્તી, મિલી મિલીશિયા સહિત ઢગલાબંધ ગેમ્સ છે. જોકે પોકેમોન ગો પછી પબજી એવી ગેમ છે જેનો હાલ જબરદસ્ત જુવાળ છે. આમ તો પબજીની કેટેગરીની ગણાય તેવી બેટલ ગ્રાઉન્ડ કે સર્વાઇવલ ગેમ્સનો ગૂગલ અને એપલના ઍપ સ્ટોર પર તોટો નથી અને લાખો ગેમ્સના શોખીન તેના પણ દીવાના છે.
હજુ આપણે આગળ જેની વાત કરી તે ફોર્ટનાઇટ ગેમ હજુ મોબાઇલના પ્લેટફોર્મ પર આવી નથી. અત્યારે આ વીડિયો ગેમ પીસી પર જ રમી શકાય છે.આ ગેમમાં સાથી ખેલાડીઓ સાથે ઊડતા સૌથી પહેલાં સલામત ઉતરાણ ક્યાં કરવું તેનો નિર્ણય કરવાનો હોય છે. ખેલાડીઓ જોર્ગોપુલ કે ક્વેરી જેવી જગ્યાએ ઊતરવાનું પસંદ કરે છે, જેથી આરામથી શ્રેષ્ઠ વસ્તુઓ શોધી શકાય.ખેલાડીઓ વધારે વિચારવાનું નથી, પહેલાં જે ગન મળે તે ઉઠાવી લે છે. શ?આતમાં પિસ્તોલ અને શોટ ગન્સ મળે, ત્રણ પ્રકારના બેગપેક મળે, સ્ટન ગ્રેનેડ, મિલિટરી વેસ્ટ અને હેલ્મેટ મળે. જાતના બચાવ માટે બેન્ડેજ, પેઇનકિલર્સ, એનર્જી ડ્રિન્ક્‌સ અને મેડિકિટ્‌સ બેગપેકમાં ભરી લે છે. ગોળી પસંદ કરતાં ધ્યાન રાખે છે અને જેની જ?ર હોય તે ગોળીઓ જ લે છે.ગેમમાં ફરજિયાત બે પ્રકારની ગન લેવાની હોય છે. ખેલાડીઓ એક સ્નાઇપર ગન અને એક શોર્ટ ડિસ્ટન્સ ગન લે છે. ગેમમાં ત્રણ પ્રકારના સ્કોપ્સ મળે છે.સ્કોપની મદદથી સો મીટર દૂર રહેલી વસ્તુને તાકે છે.
ગેમમાં મોટરબાઈક, સ્પોટ્‌ર્સ કાર અને જીપ એમ ત્રણ પ્રકારનાં વાહન મળે છે. જીપ ખેલાડીઓની ફેવરિટ છે. કેમ કે તેમાં તેમને વધુ સુરક્ષા મળે અને તે ચલાવવી પણ ઘણી આસાન છે. એક મેચ સામાન્ય રીતે ૩૦ મિનિટ સુધી ચાલે છે અને ઘણી વખત બહુ લાંબું અંતર કાપવામાં પણ જીપ શ્રેષ્ઠ સાથી બની રહે છે.સ્ક્રીનની બાજુમાં રહેલા મેપમાં કોઈ સ્થળને માર્ક કરતાં એક રેખા અંકાઈ જાય છે, જેને ફોલો કરીને એ સ્થળે પહોંચી શકાશે. સેફ ઝોનમાંથી બહાર નીકળી ગયા પછી પણ એ રેખાને સહારે સેફ ઝોનમાં પરત ફરી શકાશે. ખેલાડીઓની નજર હંમેશાં મેપ પર રહે છે. તેઓ મેપને ઝૂમ કરીને જોતા રહે છે. કોઈ નજીકમાં હોય તો લાલ રંગના ફૂટપ્રિન્ટ દેખાતાં તેને ફૂંકી મારે છે.જે જીવે એ જ સિકંદરના હિંસાત્મક નિયમ પર ખેલાતી પબજી ગેમ રમનાર વ્યક્તિ કોઈપણ મુદ્દે જતું કરવા માંગતો નથી. તેને લડી લેવાનું, સામેવાળાને મારી નાખવાનો હોય છે. ક્યારેક ક્યારેક આવો વ્યક્તિ વિચાર્યું ન હોય તેવી વસ્તુઓથી હુમલો કરી દે છે. પબજી રમનાર વ્યક્તિ ખૂબ જ ઓછી ઊંઘ લેતો હોવાથી તેના માનસિક સંતુલન પર પણ ગંભીર અસરો થાય છે. રમત-રમતમાં આ ગેમ રમવા પ્રેરતા લોકો થોડાક જ સમયમાં એવા તો આ ગેમની લતે ચડી જાય છે કે રાત્રે પણ તેઓને આ ગેમનાં જ સ્વપ્નાં આવે છે.એક તારણ મુજબ પબજી ગેમ યુવાનોનું જીવન બરબાદ કરી નાંખે છે ગેમના વળગણે યુવાનોને રીતસર ગાંડા કરી મૂક્યા છે. બાળકો-યુવાનો કલાકો સુધી ગ્રુપમાં રચ્યા-પચ્યા રહે છે. આ ગેમથી યુવાનો માયકાંગલાપણા તરફ ધસી રહ્યા છે. વિશ્ર્‌વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં જાહેર કર્યું હતું કે મોબાઈલ ગેમનું એડિક્શન એક માનસિક બીમારી છે. બહુ જ ટૂંકા ગાળામાં પબજી ગેમનું પ્રમાણ ચારે તરફ ફેલાઈ ગયું છે. પબજી ગેમનું પ્રમાણ વધવાને કારણે રમનારના શારીરિક વિકાસને અસર થઈ રહી છે.

Related posts

Very True Line

aapnugujarat

भारतीय मुसलमान सर्वश्रेष्ठ

editor

‘થલાઇવા’ની રાજકારણમાં એન્ટ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1