Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૨૬ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. સેંસેક્સે પ્રથમ વખત ૩૭૦૦૦ની સપાટી ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન કુદાવી હતી પરંતુ અંતે ૧૨૬ પોઇન્ટ ઉછળીને ૩૬૯૮૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૩૫ પોઇન્ટ ઉછળીને ૧૧૧૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નિફ્ટીએ ૧૧૧૮૫ની સપાટી હાંસલ કરી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં આ પ્રકારની સ્થિતિ હાલમાં રહી શકે છે. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ જીન ક્લાઉડ ઇન્ડસ્ટ્રીયલ ચીજવસ્તુઓ ઉપર વેપાર અડચણોને દૂર કરવા માટે સહમત થયા હતા. આ પરિબળોની અસર બજાર ઉપર દેખાઈ હતી. બીજી બાજુ અન્ય હકારાત્મક પરિબળો પણ દેખાઈ રહ્યા છે. સારા વરસાદના પરિણામ સ્વરુપે કૃષિ ગ્રોથને લઇને પણ સારી સ્થિતિ જોવા મળી રહી છે. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્‌સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે.અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. હાલમાં મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે. ગઇકાલે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઉછળીને ૩૬૫૫૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૩૬૯૪૭ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.
જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ બે પોઇન્ટ ઘટીને ૧૧૧૩૨ની સપાટીએ રહ્યો હતો.

Related posts

કાશ્મીરમાં હિઝબુલનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર ઠાર

aapnugujarat

એસબીઆઈમાં સર્વિસ માટે હવે વધુ પૈસા આપવા પડશે

aapnugujarat

શિવસેનાનો કેન્દ્રને સવાલ કાશ્મીરી પંડિતોની ‘ઘર વાપસી’ ક્યારે?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1