Aapnu Gujarat
ગુજરાત

મિત્ર બનાવીને હોટલમાં લઇ જઇ તોડ કરતી ટોળકી જબ્બે

ફેસબુક પર મિત્ર બનાવી યુવતી અને તેના મળતીયાઓ દ્વારા હોટલમાં લઇ જઇ બાદમાં પોલીસ તરીકે ઓળખ આપી લોકોનો તોડ કરતી એક ટોળકીને ગાંધીનગર એસઓજી પોલીસે ઝડપી લીધી છે. પોલીસે આ ગુનામાં શહેરના નરોડા વિસ્તારના બે અને ગાંધીનગરના બે મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓની પાસેથી રૂ.૭.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ યુવતી સહિતના અન્ય આરોપીઓની પણ શોધખોળ જારી રાખી છે. ગાંધીનગર જિલ્લાની હદમાં ફેસબુક પર મિત્ર બનાવી યુવતી અને તેના મળતીયાઓ દ્વારા હોટલમાં લઇ જઇ બાદમાં પોલીસ તરીકે ઓળખ આપી લોકોનો તોડ કરતી એક ટોળકી અંગે મળેલી ફરિયાદો બાદ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવની સૂચનાના આધારે ગાંધીનગર એસઓજી પોલીસે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું અને સેકટર-૭ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ અને ચોકક્સ બાતમીના આધારે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સાગર ભરતભાઇ જાની(ડી-૩૦૩, સકલ રેસીડેન્સી, ન્યુ વાવોલ, ગાંધીનગર), બ્રીજેશ હરેશભાઇ પટેલ(રહે.કૃષ્ણનગર, ધનુષધારી સોસાયટી, નરોડા), અર્પણ ઉર્ફે સની જગદીશગારી ગોસ્વામી(રહે.ઇ-૧૧૯, વિભાગ-૧, પાર્શ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા) અને રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા(રહે. પ્લોટ નંબર-૩૭૫-૨, સેકટર-૪બી, ગાંધીનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બલેનો કાર, ચલણી નોટો, મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ, આધારકાર્ડ સહિત કુલ રૂ.૭.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો કે, ફેસબુક પર મિત્ર બનાવી યુવતી તેમની જાળમાં ફસાનાર યુવક કે વ્યકિતને હોટલમાં લઇ જતી હતી અને ત્યાં પોલીસના સ્વાંગમાં તેમની જ ટોળકીના માણસો આવી તેમને ધમકાવી મોટો તોડ કરતાં હતા. છેલ્લા ઘણા સમયથી આ ટોળકીનો ત્રાસ વધતાં પોલીસ સુધી ફરિયાદ પહોંચી હતી, જેને પગલે પોલીસે આખરે ટોળકીના ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી યુવતી સહિતના અન્ય લોકોની પણ શોધખોળ જારી રાખી છે.

Related posts

ઇડર કોંગ્રેસનાં ઉમેદવારે પાસના સભ્યને આપ્યું રૂ.૧૧૧૦૦ નું કવર

aapnugujarat

अहमदाबाद आरटीओ द्वारा वसूली जाती पेनल्टी पर हाईकोर्ट का स्टे

aapnugujarat

સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પત્રો લઈ આપવાની વાતથી ચેતજો, 100 વિદ્યાર્થી સાથે છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચના દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1