Aapnu Gujarat
રાષ્ટ્રીય

૪૮ MP, MLA સામે મહિલા અપરાધના કેસો છે : એડીઆર

દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલામાં ૪૮ સાંસદ અને ધારાસભ્યો આરોપી છે. જેમાં ૪૫ ધારાસભ્ય અને ૩ સાંસદ છે. આ જાણકારી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, સૌથી વધુ મહારાષ્ટ્રના ૧૨ ધારાસભ્ય અને સાંસદો પર મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ નોંધાયા છે. પાર્ટીની વાત કરીએ તો તેમાં બીજેપીના સૌથી વધુ ૧૨ ધારાસભ્યો-સાંસદ છે. ત્યારબાદ શિવસેના અને પછી ટીએમસીનો નંબર આવે છે. કોંગ્રેસના ૪ ધારાસભ્ય અને સાંસદો વિરુદ્ધ આવા જ કેસ નોંધાયા છે. એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચે ૪૮૯૬ હાલના સાંસદો અને ધારાસભ્યોના ઈલેક્શન એફિડેવિટ્‌સમાંથી ૪૮૪૫ની સમીક્ષા કરી. જેમાં ૭૭૬ સાંસદોમાંથી ૭૬૮ એફિડેવિટ અને ૪૧૨૦ ધારાસભ્યોમાંથી ૪૦૭૭ના એફિડેવિટ્‌સ સામેલ છે. રિપોર્ટ મુજબ, ૪૮૪૫ સાંસદો અને ધારાસભ્યોમાંથી ૧૫૮૦ વિરુદ્ધ અપરાધિક મામલા નોંધાયા છે. તેમાંથી ૪૮ એવા છે, જેમની પર મહિલાઓ વિરુદ્ધ અપરાધિક કેસ દાખલ છે. રિપોર્ટ મુંજબ આંધ્રપ્રદેશથી ટીડીપી ધારાસભ્ય કેજી સૂર્યનારાણય, ગુજરાત ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ આહિર અને હિારના આરજેડીના ગુલાબ યાદવે રેપથી જોડાયેલા કેસની જ૦ાણકારી પોતાની એફિડેવિટમાં આપી છે. આજ રીતે છેલ્લા પાંચ વર્ષમાં માન્યતા પ્રાપ્ત પાર્ટીઓના ૨૬ ઉમેદવારોએ રેપ સાથે સંકળાયેલા કેસ હોવાની માહિતી આપી હતી. કઠુઆ અને ઉન્નાવ રેપ મામલાઓ બાદ કોંગ્રેસે ભાજપ સરકાર પર હુમલાઓ કર્યા હતા. કોંગ્રેસી નેતા કમલનાથે કહ્યું હતું કે, મેં ક્યાંક વાચ્યું છે કે, ભાજપના ૨૦ નેતા એવા છે જેમની પર દુષ્કર્મના આક્ષેપો છે. આ જનતાએ વિચારવું જોઇએ કે તેનું નામ બદલીને બળાત્કાર જનતા પાર્ટી રાખવું જોઇએ.

Related posts

મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ દરેક પરિવારને મફ્ત સ્માર્ટફોન આપશે

aapnugujarat

લડાકુ વિમાન તેજસનું ઉત્પાદન ત્રણ ગણું વધારાશે

aapnugujarat

RAHUL GANDHI કોંગ્રેસ અધ્યક્ષ બનશે નહીં તો લોકો નિરાશ થશે : ASHOK GEHLOT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1