Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલ્વેને ૧ લાખ ૪૮ હજાર કરોડની ફાળવણી : સુરક્ષાને વિશેષ મહત્વ

નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય રેલવે માટે એક લાખ ૪૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણીની આજે જાહેરાત કરી હતી. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પણ ખાતરી આપી હતી. અરુણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કરતી વેળા રેલવે બજેટને પણ રજૂ કર્યું હતું. ગયા વર્ષે આ પરંપરા શરૂ કરવામાં આવ્યા બાદ હવે સામાન્ય બજેટની અંદર રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવાની શરૂઆત થઇ છે. આના ભાગરુપે આજે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય બજેટના એક ચેપ્ટર રેલવેનું ઉમેરવામાં આવ્યું હતું. રેલવે માટે સૌથી મોટી જાહેરાત કરતા જેટલીએ કહ્યું હતું કે, ભારતીય રેલવેને સંપૂર્ણપણે બ્રોડગેજ કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે પાટા અને ગેજ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રેલવેને લઇને તેમની સરકાર સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સુરક્ષાને ધ્યાનમાં લઇને રેલવે બજેટનો મોટો હિસ્સો પાટા અને ગેજ બદલવા પર ઉપયોગ કરવામાં આવશે. જેટલીએ કહ્યું હતુ ંકે, હાલમાં ૫૦૦૦ કિલોમીટર લાઈનના ગેજ પરિવર્તનનું કામ ચાલી રહ્યું છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, નાની લાઈનોને મોટી લાઈનોમાં ફેરવી દેવા માટે કામ ચાલી રહ્યું છે. આ દિશામાં ખુબ ઝડપથી કામ થઇ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે ૭૦૦ નવા રેલવે એન્જિન અને ૫૧૬૦ નવા કોચ તૈયાર કરવામાં આવશે. સુરક્ષાના પાસાઓ ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી લગાવવાની યોજના રહેલી છે. આ વર્ષમાં ૬૦૦ સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે. સુંદરતા વધારવાની સાથે સાથે સ્ટેશનો ઉપર એસ્કેલેટર્સ મુકવામાં આવશે. જાળવણી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ૩૬૦૦ કિમી ટ્રેકના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ૪૦૦૦૦ કરોડ રૂપિયા એલિવેટેડ કોરિડોરના નિર્માણ ઉપર ખર્ચ કરવામાં આવશે. મુંબઈ રેલવેને લાઈફ લાઈન તરીકે ગણાવતા કહ્યું હતું કે, મુંબઈ લોકલની હદ ૯૦ કિલોમીટર વધારવામાં આવશે. મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેનના ટ્રેક બનાવવા માટે કામ શરૂ કરવા માટે જે કંઇપણ જરૂરી છે તેને પૂર્ણ કરવામાં આવશે. રેલવે માટે એક લાખ ૪૮ હજાર કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવનાર છે. તમામ ટ્રેનોમાં વાઈફાઈ અને સીસીટીવી સ્થાપિત કરવાની પણ યોજના રહેલી છે. રેલવેમાં અકસ્માતોને રોકવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મુંબઈ રેલવે નેટવર્કના વિકાસ માટે ૧૧૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. ૬૦૦ રેલવે સ્ટેશનોના વિકાસની સાથે સાથે બેંગ્લોર રેલવે નેટવર્કનું વિસ્તરણ ૧૬૦ કિમી સુધી કરવામાં આવશે. ૧૨૦૦૦ વેગન્સ, ૫૧૬૦ કોચ અને ૭૦૦ લોકોમોટિવ બનાવવામાં આવશે. ૨૫૦૦૦થી વધારે ફુટફોલ વાળા રેલવે સ્ટેશનોમાં એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. મુંબઈમાં તમામ સુવિધાઓ લોકલ ટ્રેન માટે વધારવામાં આવશે. બુલેટ ટ્રેન યોજનાના ભાગરુપે જરૂરી માનવ સંશાધનને વડોદરા રેલવ યુનિવર્સિટીમાં શિક્ષણ આપવામાં આવશે. આ વર્ષે ૭૦૦ નવા રેલવે એન્જિન તૈયાર કરવામાં આવનાર છે. સામાન્ય બજેટ રજૂ કરતી વેળા જુદી જુદી યોજનાઓ માટે જાહેરાતો કરવામાં આવી હતી. વડોદરામાં રેલવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષકોના સ્તરને સુધારી દેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેટલીએ કહ્યુ હતુ કે દેશમાં આશરે ૩૦૦ મિલિયન ટન ફળ અને શાકભાજીનુ રેકોર્ડ ઉત્પાદન થયુ છે. ટામંટા, બટાકા અને ડુગળીનો ઉપયોગ સિઝનના આધાર પર કરવામાં આવે છે. ઓપરેશન ગ્રીન લોંચ કરવામાં આવનાર છે. ૫૦૦ કરોડ રૂપિયા આના માટે રાખવામાં આવી રહ્યા છે. વીજળીના મોરચા પર મોટી જાહેરાત કરતા તેમણે કહ્યુ હતુ કે ૧૬ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી ચાર કરોડ પરિવારોને વીઝળીની સુવિધા આપવામાં આવનાર છે. નવા નાણાંકીય વર્ષમાં બીજા બે કરોડ શૌચાલય બનાવવામાં આવનાર છે. રેલવે માટેના બજેટમાં આજે કોઇ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી ન હતી પરંતુ પહેલાથી જ રાજધાનીની જગ્યાએ નવી ટ્રેનો દોડાવવાની વાત થઇ ચુકી છે.

Related posts

મહેબુબા મુફ્તીની ધમકી, ‘જો આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવશો તો ભડકે બળશે દેશ’

aapnugujarat

17वीं बिहार विधानसभा का पहला सत्र 23 से 27 नवंबर तक

editor

પશ્ચિમને તબીબો આપવાના મામલે ભારત સૌથી આગળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1