Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં અપેક્ષા કરતા ઓછું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં માટે મતદાનની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન વેળા અમદાવાદ શહેરની ૧૬ સીટ પર પણ મતદાન શરૂ થયુ હતુ અને સાંજે પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. જો કે, અપેક્ષા કરતા ઓછું મતદાન અમદાવાદ શહેરમાં રહ્યું હતું. અમદાવાદ શહેરમાં કોઇપણ જગ્યાએ મતદાનની ટકાવારીનો આંકડો ૬૦ ટકાથી ઉપર પહોંચ્યો ન હતો. જમાલપુરમાં ૫૮.૫૭ ટકા જેટલું મતદાન થયું હતું. બાપુનગર ૫૮.૪૯ ટકા જેટલું મતદાન થયું હતું. નિષ્ણાતોના કહેવા મુજબ અમદાવાદ શહેરની ૧૬ સીટ અને વડોદરા શહેરની છ સીટ ભાજપ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સવારમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ તો સવારમાં જ લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ઠંડીની અસર જોવા મળી હતી.વર્ષ ૨૦૧૨ના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપે અમદાવાદ શહેરની ૧૬ પૈકી ૧૪ પર જીત મેળવી હતી. જેમાં ઘાટલોડિયા, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુરનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી, અસારવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા (એસસી) સીટ પર જીત મેળવી હતી. ચાર સીટ જમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સીટ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. જ સીટ પર પરિણામ ખુબ રોમાંચક ની શકે છે. વર્ષ ૨૦૦૨ બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગરમાંથી પ્રતિનિધીત્વ કરતા હતા. વર્ષ ૨૦૧૨માં મોદીએ ૮૬૦૦૦ મતથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મણિનગરમાંથી રાજીનામુ આપ્યુ હતુ. અમદાવાદ શહેર અને જિલ્લાની સીટોની વાત કરવામાં આવે તો આ તમામ સીટો ઉપર જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘાટલોડિયામાં ૩૬૧ પોલિંગ સ્ટેશન છે અને અહીં મતદારોની સંખ્યા સૌથી વધુ ૩૫૨૩૧૬ નોંધાઈ હતી. આ ઉપરાંત વેજલપુરમાં પોલિંગ સ્ટેશનોની સંખ્યા ૩૨૪, વટવામાં ૩૨૭, એલિસબ્રિજમાં ૨૨૫, નારણપુરામાં ૨૩૩, નિકોલમાં ૨૩૪, નરોડામાં ૨૬૩, ઠક્કરબાપાનગરમાં ૨૨૮, બાપુનગરમાં ૧૯૫, અમરાઈવાડીમાં ૨૪૫ મતદાન મથકો હતા. આ તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહિત દેખાયા હતા. અમદાવાદમાં અભૂતપૂર્વ ઉત્સાહની સ્થિતિ જોવા મળી હતી. જો કે, ઉત્સાહ મુજ અંત સુધી મતદાન થયું ન હતું. અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક મોટા માથા પણ મેદાનમાં હતા.
વર્ષ ૨૦૧૨ની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૧૪ સીટ કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા બેઠક જીતી હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ઓછામાં ઓછી પાંચ સીટો અમદાવાદની એવી છે જેના પર ચિત્ર બદલાઈ શકે છે.જેમાં ઘાટલોડિયા, નિકોલ, મણિનગર, સાબરમતી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર પાટીદાર મતદારો વધારે છે.સવારમાં ભારે ઉત્સાહની સ્થિતી રહી હતી.

Related posts

राज्य में आतंकवादियों द्वारा लोन वुल्फ अटेक की दहशत

aapnugujarat

Covid-19: Surge in cases; govt hospitals increase capacity in Gujarat

editor

प्रॉजेक्ट के लागू बाद ३० करोड़ रुपये रकम बचायी : अहमदाबाद म्युनिसिपल प्रशासन की सिद्धि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1