Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોત

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
અકસ્માતની વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગરના મુળી-સરારોડ પર સરલા નજીક કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ભયાનક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણેય મૃતદેહોને નજીકની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. હાલ તમામ મૃતકોની ઓળખ થઈ નથી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. હાલ આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હજુ ગઈકાલે જ ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા રાજકોટથી ગાંધીનગર જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી નજીક રસ્તા પર મૃત પડેલી ભેંસ સાથે તેમની કાર અથડાઇ જતાં આખી કાર પલટી ગઇ હતી. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈ પાડલીયા અને રવિભાઇ માકડીયા ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

Related posts

હવે લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારા સામે કાર્યવાહી

aapnugujarat

ભાવનગર જિલ્લાનાં પ્રભારી સચિવ નાં અધ્યક્ષ સ્થાને વર્ચ્યૂઅલ માધ્યમથી સમીક્ષા બેઠક મળી

editor

અમદાવાદમાં ટ્રાફિક અંગેની જાગૃતિ શિબિર યોજાઈ

aapnugujarat
UA-96247877-1