Aapnu Gujarat
ગુજરાત

હાંસોટ નજીક ગમખ્વાર અકસ્માત : પાંચના મોત

બેફામ ડ્રાઈવિંગને કારણે સમગ્ર રાજ્યભરમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે, ત્યારે ભરૂચના હાંસોટમાંથી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હાંસોટ નજીક બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર સામ સામે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં બેસેલા પાંચવ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જો કે, કારમાં સવાર બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. બનાવ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે તેમાં ય્ત્ન૧૬ ડ્ઢય્ ૮૩૮૧ નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે જીજે૦૬એફક્યૂ૭૩૧૧ નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે સમગ્ર અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

हाटकेश्वर में लीकेज होने पर हजारों लीटर पानी की बर्बादी

aapnugujarat

म्युनि. में ३५ फूड इस्पेक्टरों के सामने १६ कार्यरत, कई केस पेन्डिंग

aapnugujarat

દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કરશે વડોદરાના આર્મી ઓફિસર

aapnugujarat
UA-96247877-1