Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લીમાં બે સગી બહેનો બની લવ જેહાદનો શિકાર

 સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યા પછી વિવિધ પ્રકારના ગુનાઓમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા જેવા માધ્યમથી છોકરીઓને ફસાવી, છેતરપિંડી, સેક્સ એક્સટોર્શન વગેરે જેવા ગુના વધ્યા છે. તો લોકોનાં મુખે ચર્ચાતા લવ જેહાદના કિસ્સામાં પણ વધારો થયો છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના મોડાસામાંથી સામે આવ્યો છે. જ્યાં એક પછી એક બે બહેનો લવ જેહાદનો ભોગ બની હતી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મહત્વનું છે કે, પીડિત પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને શ્રમજીવી છે. ત્યારે પોલીસ હવે આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

બનાવની વિગતો એવી છે કે, રાજસ્થાનમાં રહેતો શ્રમજીવી પરિવાર ધંધા રોજગારની શોધમાં અરવલ્લી જિલ્લાના સરહદી તાલુકાના ગામમાં આવ્યો હતો. જે બાદ થોડો સમય સુધી તેઓ અહીં રહ્યા હતા. એ પછી જિલ્લાના મુખ્યમથકના ગામમાં રહેવા માટે ગયો હતો. આ પરિવારની સૌથી મોટી દીકરી સાત વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતાં એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક મુસ્લિમ હતો. એ પછી બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

લગ્નના થોડા સમય બાદ આ યુવક દ્વારા યુવતીને ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. યુવકે યુવતીને ધર્મ પરિવર્તન કરવા, માંસ ખાવા, ધર્મ વિરુદ્ધનું આચરણ કરવા માટે દબાણ અને મજબૂર કરી હતી. એ પછી યુવતીની આંખ ખુલી ગઈ હતી. તેને એવો પસ્તાવો થઈ રહ્યો હતો કે તે કોઈને કહી પણ નહોતી શકતી. એ પછી યુવતી ગમે તેમ કરીને આ યુવકના ચુંગાલમાંથી છૂટવા માગતી હતી અને એવું બન્યું પણ. તે ગમે તેમ કરીને પોતાની જાતને આ યુવકના ચુંગાલમાંથી છોડાવીને ભાગવામાં સફળ રહી અને પછી અમદાવાદ પહોંચ્યા બાદ હિન્દુ સંગઠનો પાસે મદદ માગવા પહોંચી હતી.

એ પછી આખા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. બીજી નવાઈની વાત એ છે કે, માત્ર પરિવારની આ દીકરી જ ભોગ નહોતી બની. યુવતીની નાની બહેન પણ આવા જ એક કાવતરાનો ભોગ બની હતી. યુવતીની નાની બહેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. એક દિવસ તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. યુવકે પોતાનું નામ અને ધર્મ છૂપાવ્યો હતો અને તેને જાળમાં ફસાવવા માટે યોજના બનાવી હતી. આ વાત 2020ની છે.

એ પછી હિંમતનગરનો આ યુવક જાન લઈને 2020માં તેના ઘરે પણ પહોંચ્યો હતો અને લગ્ન પણ કરી લીધા હતા. એ પછી આ યુવકનો પણ ભાંડો ફૂટી ગયો હતો. યુવતીની નાની બહેનને પણ ખબર પડી ગઈ કે તેણે જે યુવક સાથે લગ્ન કર્યા છે તે મુસ્લિમ છે. એ પછી તે પણ તેની બહેન સાથે હિન્દુ સંગઠનો પાસે મદદ માગવા પહોંચી હતી. મોટી બહેને એવો પણ દાવો કર્યો કે, તેણે જે યુવક સાથે લગ્ન કર્યા હતા એ મુસ્લિમ હતો અને તેનો દિયર પણ પંદરેક દિવસ પહેલાં આ જ રીતે એક હિન્દુ યુવતીને ફસાવીને લઈ આવ્યો છે.
એક જ પરિવારની બે દીકરીઓ આ રીતે લવ જેહાદનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ પણ પીડિત પરિવારની મુલાકાત લઈને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી રહી છે. બીજી તરફ, હિંમતનગરના જે યુવકે નાની બહેન સાથે કૃત્ય આચર્યું એને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના નલીનભાઈ પટેલે જણાવ્યું કે, લવ જેહાદની ઘટના ખરેખ દુઃખદ છે. હવે મા-બાપે પોતે જ જાગ્રૃત થવું પડશે, કારણ કે આવા કિસ્સામાં વધારો થયો છે. પોતાના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે છે એનું પણ ધ્યાન રાખવું પડશે. તો આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે હજુ સુધી કોઈ યુવકની ધરપકડ થઈ નથી અને પોલીસ સમક્ષ કોઈ પણ જાતની રજૂઆત કરવામાં આવી નથી. ત્યારે હવે આ મામલે પોલીસ તપાસ હાથ ધરે તો વધુ ખુલાસો થવાની શક્યતા છે.

Related posts

Hardik Patel approaches Gujarat HC for relaxation in his bail condition by permitting him to enter Mehsana

aapnugujarat

રાજ્યમાં ૩૩૦૦ કરોડનાં ૨૦ હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

aapnugujarat

ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી : નડ્ડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1