Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂંછમાં સેનાની ટ્રક પર આતંકવાદીએ ફેંક્યો ગ્રેનેડ, 5 જવાન શહીદ

જમ્મુમાં એક ભયાનક અકસ્માતમાં સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે. અહીં પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ. આ ઘટનામાં રાષ્ટ્રીય રાઈફલ યુનિટના 5 જવાનો શહીદ થઈ ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટના ભાટાદૂડિયાં ક્ષેત્રમાં બની છે. માહિતી મળતા જ આર્મીના ઉચ્ચ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આર્મી દ્વારા જણાવાયું હતું કે, વરસાદી વાતાવરણનો લાભ લઈને આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યુ ંહતું અને ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો.
સેનાએ જણાવ્યું કે, આજે બપોરે લગભગ બપોરે ત્રણ કલાકે રાજોરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ હાઈવે વચ્ચેથી પસાર થઈ રહેલા સેનાના એક વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ ગ્રેનેડ પણ ફેંક્યો હતો, જેના કારણે વાહનનમાં આગ લાગી ગઈ. સેનાએ કહ્યું કે, વરસાદના કારણે ધૂંધળા વાતાવરણનો ફાયદો ઉઠાવતા આ આતંકવાદી હુમલો કરાયો. સેનાએ જણાવ્યું કે, આ હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયો છે, જેને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

એવું પણ જણાવાઈ રહ્યું છે કે, સેનાની ટ્રકમાં હથિયારો ઉપરાંત ડીઝલ પણ હતું, જેના કારણે આગ બેકાબૂ બની ગઈ હતી. જે સમયે અકસ્માતની આ ઘટના બની ત્યારે વિસ્તારમાં વરસાદ પણ પડી રહ્યો હતો, છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી આર્મીની ટ્રકમાં આગ લાગી ગઈ છે. જોકે, બાદમાં આર્મીએ જણાવ્યું હતું કે, આ એક આતંકવાદી ઘટના છે.

Related posts

ઇરાકમાં ભારતીયોના મોત બાદ પરિવારો ભાંગી પડ્યા

aapnugujarat

રાફેલ બાદ નોટબંધી, દેવા માફીને લઇ ટાઇપો એરર્સ દેખાશે : રાહુલ

aapnugujarat

૩૬૯૫ કરોડનું કાંડ : રોટોમેક વિરૂદ્ધ ઇડીએ કેસ દાખલ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1