Aapnu Gujarat
ગુજરાત

ઉનાળામાં 44 ડીગ્રી તાપમાન વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદ, ભારે પવન જોવા મળ્યો

અત્યારે ગુજરાતભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આગામી 5 દિવસમાં હીટ વેવ અને યલ્લો એલર્ટની એક બાજુ આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી નજીકના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

અમરેલી સારકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદ કાળઝાલ ગરમી વચ્ચે જોવા મળ્યો છે. કેટલાક ગામોમાં નળીયા અને છાપરા ઉડવા સહીતની ઘટનાઓ અમરેલી વિસ્તારમાં સામે આવી હતી.

આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભારે પવન સાથે રાજુલા વિસ્તારના કેટલાક ગામોની અંદર પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે અને ભારે પવનના કારણે પારાવાર રીતે કેરીના પાકને નુકશાન થશે.

રાજુલા વિસ્તારમાં ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો પર વધુ એક માર કમોસમી વરસાદના કારણે પડ્યો છે. કેમ કે, ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાન બદલાતા ખેડૂતોને પાક લેવો પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. પહેલા વીજળીની મુશ્કેલી, પાણી મળ્યા બાદ કમોસમી વરસાદ એમ બેઉ બાજુ માર પડ્યો છે.
આ પ્રકારનો વાતાવરણમાં પલટો એક અઠવાડીયા પહેલા જ થયો હતો ત્યારે ફરીથી માવઠાએ ખેડૂતોની મજા પણ બગાડી છે.

Related posts

સરપંચની ટર્મના એક વર્ષ સુધી હવે અવિશ્વાસ દરખાસ્ત નહી : હાઇકોર્ટનો મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો

aapnugujarat

प्रवेशोत्सव कार्यक्रम : बच्चों के लिए १० लाख का खर्च करेगी म्युनिसिपल

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના કંડા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા એક મકાન ઘરવખરી સહિત બળીને ખાખ

editor

Leave a Comment

UA-96247877-1