Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ભારત છોડોનો ઠરાવ : જવાબદારી અને કર્તવ્ય

ભારત છોડોનો ઠરાવ
ગાંધીજીનો સિદ્ધાંત હતો – રાજાની મુશ્કેલી પોતાના માટે વરદાનરૂપ છે. (૧૯૩૯માં વિશ્વયુદ્ધ શરૂ થયું. ૧૯૪૧ સુધી કૉંગ્રેસે કંઈ જ ન કર્યું. પરંતુ ઑગસ્ટ ૧૯૪૨માં કૉંગ્રેસે ભારત છોડોનો ઠરાવ પસાર કર્યો. ‘ચલે જાવ..’નારો દરેક ઘર પર લખવામાં આવ્યો. પરંતુ ઘર પર નારો લખવાથી ભાડુઆત ઘર ખાલી કરે ખરો ? આ ઠરાવ ઑગસ્ટ ૧૯૪૨, ૧૦ વાગ્યે પસાર કર્યો અને ૧૧ વાગ્યે બધાં કૉંગ્રેસીને જેલમાં પૂરી દીધાં. જે જેલમાં ન ગયાં તેમણે દેશભરમાં તોડફોડ કરી. ન્યાયાલય, ભવન અને દુકાનો સળગાવી અને બજાર લૂંટ્યા. એમણે બ્રિટિશ સરકારને નુકસાન કર્યું ખરું ? આ નુકસાન તો ભારતના ગરીબ લોકોનું હતું અને કૉંગ્રેસના નેતાઓની જેલમાં કેવી હાલત હતી ? આ લોકો જેલમાં પણ સગવડો લેતા હતા. જવાહરલાલ નહેરૂ અને અન્ય નેતાઓને અહમદનગર જેલમાં રાખ્યા હતાં. એમના માટે દિલ્હીથી ભોજન આવતું. કૉંગ્રેસ વાઘની જેમ ત્રાડ નાખતી, પછી છુપાઈ જતી.
(અખિલ ભારતીય અનુસુચિત જાતિ ફેડરેશનની કાર્યસમિતિ, પૂના, ૨-૪ ઑક્ટોબર ૧૯૪૮, જનતા ૬-૧૩ ઑક્ટોબર ૧૯૪૫)

જવાબદારી અને કર્તવ્ય
દેશમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન રાજકીય કારણથી વચ્ચે ના આવે એ જોવું રાજકીય નેતાનું કર્તવ્ય છે. રાજકીય સ્વાર્થના કારણે દેશમાં અવ્યવસ્થા ન સર્જાવી જોઈએ. કોઈ આ જવાબદારી અને કર્તવ્યને સમજતો ન હોય તો એને રાજનીતિમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી.
(અમદાવાદ મ્યુનિસિપાલિટી સન્માન સમારોહ, ૩૦ નવેમ્બર, ૧૯૪૫)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

aapnugujarat

હિમાલય ધીમે ધીમે પીગળી રહ્યો છે

aapnugujarat

कांग्रेस : निजी दुकान बने पार्टी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1