Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨.૫ લાખ

દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની ૫.૯૫ લાખ સાથે અમેરિકા પ્રથમ અને ૪.૨૨ લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.
દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૩૭ લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-૧૯ ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં ૩૭,૫૭૨નો ઘટાડો થયો હતો. વાસ્તવમાં બીજી લહેરમાં લાંબા સમય બાદ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોથી વધુ રિકવર થનાર દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ સાથે જાેડાયેલા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના ૩,૨૯,૯૪૨ નવા કેસ મળ્યા છે જ્યારે ૩,૫૬,૦૮૨ દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા છે. જાે કે, કોરોના વાયરસથી થનાર મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે અને છેલ્લા એક દિવસમાં સંક્રમણના કારણે ૩,૮૭૬ લોકોના જીવ ગયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવા આંકડાઓ બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૨૯,૯૨,૫૧૭ અને રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧,૯૦,૨૭,૩૦૪ થઈ ગઈ છે. દેશમાં હાલમાં કોરોના વાયરસના સક્રિય કેસ ૩૭,૧૫,૨૨૧ છે અને અત્યાર સુધી કુલ ૨,૪૯,૯૯૨ના જીવ કોરોના વાયરસના કારણે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૧૭,૨૭,૧૦,૦૬૬ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. સોમવારે દિલ્લીમાં કોરોના વાયરસના ૧૨૬૫૧ નવા કેસ મળ્યા જ્યારે ૧૩૩૦૬ દર્દી રિકવર થયા. આ ઉપરાંત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રને પણ હવે રાહત મળતી દેખાઈ રહી છે. સોમવારે મહારાષ્ટ્રમાં સંક્રમણના ૩૭,૨૩૬ નવા કેસ સામે આવ્યા અને ૬૧,૬૦૭ દર્દી રિકવર થયા. મહારાષ્ટ્રમાં ગઈ ૩૦ માર્ચ બાદ એક દિવસમાં મળતા કોરોના વાયરસના દર્દીઓની આ સૌથી ઓછી સંખ્યા છે. વળી, દેશની આર્થિક રાજધાની મુંબઈ હવે કોરોના વાયરસની ચપેટમાંથી બહાર આવી રહી છે. સોમવારે મુંબઈમાં કોરોના વાયરસના કેસોમાં એક મોટો ઘટાડો જાેવા મળ્યો અને ૧૭૮૨ નવા દર્દી મળ્યા.

Related posts

३६,००० करोड़ की लागत से बनेगा गंगा एक्सप्रेसवे : योगी

aapnugujarat

રજનીકાંતને મળ્યા કમલ હસન, તામિલનાડુનાં રાજકારણમાં ગરમાવો

aapnugujarat

ભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશે : પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1