Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભોપાલમાં કબ્રસ્તાન ફુલ, દફન કરવા માટે પણ વેઈટિંગ

મરીને પણ લાંબી લાઈનમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાઈ છે…. કોરોનાની બીજી લહેરે મોતની ચાદરમાં ચિરનિંદ્રામાં પોઢેલા લોકોની દેશભરમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. શ્મશાન ઘાટથી આવેલી રહેલી ડરાવનારી તસવીરો બાદ હવે શહેરના કબ્રસ્તાનોમાં પણ જગ્યા ઓછી પડી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કોવિડના કારણે મોતને ભેટેલા લોકોના મૃતદેહોને દફનાવવા માટે ભોપાલમાં ઝદા કબ્રસ્તાન ચિન્હિત કરાયું છે, પરંતુ હવે ત્યાં પણ હાઉસ ફુલના પાટિયા જોવા મળી રહ્યાં છે. અહીં કબર ખોદનારાઓના હાથ છોલાય ગયા છે, ત્યારે લોકોને દફનાવવા માટેની જગ્યા ત્નઝ્રમ્ની મદદથી ખોદવામાં આવી રહી છે.
ઝદા કબ્રસ્તાનમાં મૃતદેહની અંતિમ ક્રિયા પૂરી કરવામાં સહયોગ કરનારા પૂર્વ કોર્પોરેટર રેહાન ગોલ્ડને જણાવ્યું કે સવારથી સાંજ સુધી સતત આવતા જનાજાઓને દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એક વર્ષથી આ કબ્રસ્તાનમાં જ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં આવી રહ્યાં છે.
વધુ જનાજાઓ આવશે તેવી ભીતી રાખીને અહીં એડવાન્સમાં પણ કબર ખોદવામાં આવી રહી છે, પરંતુ આ વ્યવસ્થા પણ ઓછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રેહાને જણાવ્યું કે સતત કબર ખોદવાને કારણે અહીં ખોદવાનું કામ કરતા લોકોના હાથ છોલાય ગયા છે. આ સ્થિતિને પગલે હવે ત્નઝ્રમ્ મશીનની મદદ લઈ ખોદણી કરવામાં આવી રહી છે.
કોરોનાથી મૃત્યુને ભેટનારા ૭થી ૧૦ મૃતદેહો દરરોજ ઝદા કબ્રસ્તાન પહોંચી રહ્યાં છે. જેના કારણે અહીં માટીની પણ અછત સર્જાઈ છે. કબ્રસ્તાન માટે ૧૫૦૦થી ૨ હજાર ટ્રોલી માટીની જરૂર પડે છે. કબ્રસ્તાનમાં માટી નખાવવા માટે ઝ્રસ્ શિવરાજસિંહ ચૌહાણ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ગુરુવારે ઝદા કબ્રસ્તાનમાં સૌથી વધુ જનાજ પહોંચ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે. કમિટી પ્રબંધક રેહાન ગોલ્ડને જણાવ્યું કે અહીં ૧૭ જનાજા પહોંચ્યા, જેમાંથી ૧૦ હોસ્પિટલમાંથી આવેલા કોરોના સંક્રમિતોના હતા. ૭ એવા હતા, જેમનાં મોત ઘરમાં જ થયા હતા. તેઓએ જણાવ્યું કે ૧લી એપ્રિલથી અત્યાર સુધીમાં ઝદા કબ્રસ્તાનમાં ૬૫ કોરોના સંક્રમિતોના જનાજા પહોંચ્યા છે. જેમાંથી ૫૨ એવા છે જેમનાં મોત ઘરમાં જ વિભિન્ન બીમારીઓને કારણે થયા છે. રેહાનનું કહેવું છે કે મોતનો સિલસિલો ગત વખતની તુલનાએ બમણો છે.
કોરોના માટે ચિન્હિત ઝદા કબ્રસ્તાન ઉપરાંત શહેરના અન્ય કબ્રસ્તાન જેવા કે બડા બાગ, અશોકા હોટલ વાળું, છાવણી, બાગ ફરહત અફઝા સહિત અન્ય કબ્રસ્તાનમાં જનાજા દફનાવવાનો સિલસિલો યથાવત જ છે.

Related posts

Cannot stop terrorists without affecting Kashmiris : Foreign Min Jaishankar

aapnugujarat

નાગેશ્વર રાવે સીબીઆઇના ૨૦ ઓફિસરોની બદલી કરી

aapnugujarat

भाजपा समुदाय विशेष की हिंसा को बढ़ावा देने का येचुरी ने लगाया आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1