Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપનો ગઢ હતું,છે અને રહેશે : રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજો અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે. આજે ગુજરાતની જનતાનો હું આભારી છું.
તેમણે વધુમાં કહ્યું કે, સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહિ જાય તેની ખાતરી આપુ છું. ગુજરાતના સપનાઓ પૂરા કરવાના ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે. ચૂંટાયેલા લોકો એ રીતે કામ કરે. આ વિજયને કાર્યકર્તાઓ વિનમ્રતાથી ઉજવે. પંચાયતોમાં કોંગ્રેસનું ચાલ્યુ હોય તો કાઉન્ટિંગ પણ ન થવા દેત. કોંગ્રેસને પહેલેથી ખબર પડી ગઈ હતી કે, તેમનુ નહિ ચાલે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાનો ભાજપ વતી આભાર અને ધન્યવાદ માનું છું. સી.આર. પાટીલને અભિનંદન આપું છું. લાખો કાર્યકર્તા અને સંગઠનનો વિજય છે. આ વિજય વિક્રમજનક વિજય છે. ભૂતકાળમાં કોઇ પણ રાજકીય પાર્ટીને આટલી બેઠકોને નથી મળી. વિકાસની રાજનીતિ ચૂંટણીનો મુદ્દો હતો એ જ મુદ્દા પર અને વિચલિત થયા વગર આગળ વધ્યા હતા. ૨૦૨૨માં કરી ભાજપની સરકાર બને તેનો આજે પાયો નંખાયો છે. અમારી જવાબદારી વધે છે. પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે તેમનો વિશ્વાસ એળે નહિ જાય તેવી ખાતરી આપું છું. આ વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરુ છું.
તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસ હારને પાછી કે ઠલવતી હતી. કોંગ્રેસ ડુબતુ નાવ છે. પ્રજાએ ગોતી ગોતીને તેમને હરાવ્યા છે. હવે કોઈનો વિસ્તાર રહ્યો નથી. ગત વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો બદલો પ્રજાએ વ્યાજ સાથે આપ્યો છે. પ્રજાએ કોંગ્રેસને સત્તા માટે નહિ વિપક્ષ માટે પણ મંજૂરી નથી આપી. ઓવર કોન્ફિડન્સ અને લાપરવાહી ન રહે તેની ચિંતા ભાજપ કરશે.
બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવી મળ્યું છે. ૨૦૧૫ માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. ૨૦૧૫માં ભાજપ ૫ જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે ૩૧ પંચાયતોમાં લીડ પર છે. મે ૩૧ સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ ૩૧ જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.’

Related posts

જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર યુવકે આપઘાત કરતા ચકચાર

aapnugujarat

श्रीकृष्ण भगवान नहीं थे लेकिन चरवाहे थे : स्वामीनारायण गुरुकुल के धर्मवल्लभदास

aapnugujarat

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સેવા સુરક્ષા શાંતિ સાથે સાથે માનવસેવા દર્શાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1