Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી પ્રજાસત્તાક દિને સરપ્રાઈઝ આપશે

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને છેલ્લી ઘડીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં આવવાનો ઈન્કાર કરી દેતાં મોદી સરકાર મૂંઝવણમાં મૂકાઈ છે.
મોદીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને નવા ચીફ ગેસ્ટ શોધવા કામે લગાડયા છે. મોદીએ પોતે પણ કેટલાક વિદેશી વડાઓને ફોન કર્યા હોવાનું કહેવાય છે પણ માત્ર ૨૦ દિવસના ટૂંકા ગાળામાં કોઈ દેશના વડા ભારત આવવા તૈયાર નથી.
કોંગ્રેસ તરફથી તો વિદેશી મહેમાનની ગેરહાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જ રદ કરવા સૂચન કરાયું છે પણ મોદી એ માટે તૈયાર નથી.
છેલ્લે ૧૯૬૬માં પાકિસ્તાન સાથેના યુધ્ધના કારણે વિદેશી મહેમાન નહોતા આવ્યા.નવું કશુંક કરીને મોદી ભરપૂર પબ્લિસિટી મેળવવા માગે છે
સૂત્રોના મતે, મોદીએ આ સ્થિતીમાં વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ અંગે સૂચના મંગાવ્યા છે.
આકસ્મિક રીતે ઉભી થયેલી આ સ્થિતીમાં નવું કશુંક કરીને મોદી ભરપૂર પબ્લિસિટી મેળવવા માગે છે. કોરોના વોરીયર્સ કે પછી કોરોનાની રસી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંશોધકોને પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે નિમંત્રીને મોદી લોકોને સરપ્રાઈઝ આપી શકે છે એવું સૂત્રોનું કહેવું છે.

Related posts

बीजेपी एमएलए आकाश विजयवर्गीय के खिलाफ मध्यप्रदेश नगर निगम कर्मियों का प्रदर्शन

aapnugujarat

કેજરીવાલ સરકાર લોન્ચ કરશે મોદી સરકાર કરતાં પણ મોટી સ્વાસ્થ્ય યોજના

aapnugujarat

मार्च 2021 तक घर खरीदने वालों को राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1