Aapnu Gujarat
Uncategorized

ન્યૂ યરમાં પ્રવાસીઓથી ઉભરાયું ગીર જંગલ

એશિયાટીક સિંહોનું ઘર સાસણ ગીરમાં નાતાલ અને ક્રિસમસના તહેવારમાં ગુજરાત અને અન્ય રાજ્યોના પર્યટકો મોટી સંખ્યામાં વેકેશનની મજા માણવા ઉમટી પડેલા જોવા મળે છે. સાસણ ગીર સેન્ચુરીમાં મુક્ત મને વિહરતા સિંહોને જોવા પર્યટકોનો ઘસારો જોવા મળે છે. વન વિભાગ દ્વારા રોજની ૧૫૦ પરમીટનું ઓનલાઇન બુકીંગ કરવામાં આવે છે. તે હાલ ફૂલ જોવા મળી રહ્યું છે.
દેવળીયા પાર્કમાં પણ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ કોરોના અને લોકડાઉનમાં જે રીતે પ્રવાસન ક્ષેત્રોને છૂટછાટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે, ત્યારે પ્રવાસીઓ ગીર તરફ વધુ જોવા મળી રહ્યાં છે અને જંગલ સફારી કરી પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં વન્ય પ્રાણીને નિહાળી આનંદ માણી રહ્યા છે. બીજી તરફ, હાલ રાજ્યના મહાનગરોમાં રાત્રિના સમયે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઘરે રહીને કંટાળેલા લોકો હવે સિંહ દર્શન કરવા સાસણ ગીરમાં વેકેશનની મોજ માણવા આવી ગયા છે. ત્યારે ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓને જોવા પર્યટકોનો ધસારો ૧ જાન્યુઆરી સુધી જોવા મળશે.
સાસણ ગીરમાં વન વિભાગે નાતાલ અને ક્રિસમસના તહેવારને ધ્યાને લઈને કોવિડ ૧૯ માં ખાસ તકેદારી રહે તે માટે આવતા પ્રવાસીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સૅનેટાઇઝનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. ત્યારે વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ ની જે સુવિધા આપવામાં આવીછે તેમાં ૨૫ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી ઓનલાઇન બુકીંગ ફૂલ જોવા મળી રહ્યું છે અને જંગલમાં સિંહ દર્શન માટે એક દિવસમાં ૧૫૦ જીપ્સીની ટ્રીપ કરવામાં આવે છે, તે પણ ફૂલ થઇ ગઈ છે. જે પ્રવાસી ગીર સેન્ચુરીમાં ઓનલાઇન બુકિંગ નથી કરતા તે પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી દ્વારા સિંહ દર્શન કરવામાં આવે છે. ત્યારે સાસણ ગીરના ડીએફઓ મોહન રામે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ગીર સેન્ચુરીને કોવિડ ૧૯ માં જે છૂટછાટ આપવામાં આવી છે. આવામાં સ્થાનિક લોકો જેઓ માર્ચ મહિનાથી રોજગારથી વંચિત હતા, ત્યારે હવે જે રીતે ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેનાથી સ્થાનિક જીપ્સી ચાલકો ગાઈડ અને નાના મોટા ધંધા સાથે સંકળાયેલ લોકોને રોજગારી ઉભી થઇ છે.

Related posts

પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી તથા ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ

editor

टेरर फंडिंग मामला : पाक ने किया बड़ा फेरबदल, सुनवाई से पहले बदल दी पीठ

aapnugujarat

મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1