Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ જનતા નગરનો પ્રવેશ માર્ગ કાદવ કીચડમાં ગરકાવ

ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીનું મુખ્ય પ્રવેશ માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં કીચડમાં ગરકાવ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે. અહીં કાદવ કીચડથી અનેક વાહનચાલકો અને રાહદારીઓ લપસ્યા હોવાની ઘટના બની છે. આ ઘટનાઓમાં લોકોને નાની – મોટી ઈજા થઈ છે. હાલમાં જ બે માસ પૂર્વે ડ્રેનેજ લાઈનનું કામ કરાયું હતુ. કામ પૂરું થતા નગરપાલિકા દ્વારા આડેધડ પુરાણ કરી રોડને સમાંતર ન કરાતા રોડની હાલત બિસ્માર થઈ જવા પામી હતી, તેવામાં કમૌસમી વરસાદ પડી જતા રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું હોય એમ લાગી રહ્યું છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો ઈચ્છે છે કે, નગર પાલિકાના ચીફ ઓફિસર જાતે આવી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરે અને તાત્કાલિક આ બાબતે ઘટતું કરે તેવી જનતાનગર, આફિયા પાર્ક અને બછરાજ જિનના સ્થાનિકોની ઉગ્ર માંગ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

બોડેલીના કઠમાંડવા ગામની શાળામાં શિક્ષક નશામાં ધૂત ફરજ પર આવતાં સનસનાટી

aapnugujarat

વડગામને અછતગ્રસ્ત જાહેર નહીં કરાતાં મેવાણી લાલઘૂમ

aapnugujarat

ભાજપ પ્રદેશ પ્રવકતા પંડયા આરટીઓમાં દેખાતાં ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1