Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક. ને આતંકી દેશ જાહેર કરો, નહીંતર ખરાબ પરિણામ ભોગવવું પડશેઃ યુએસ સેનેટર

અમેરિકાના સેનેટર ટેડ પોએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, પાકિસ્તાન એક આતંકવાદ સમર્થક દેશ છે. પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવો જોઇએ. નહીંતર ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
આતંકવાદને લઇ પાકિસ્તાન ચોતરફ ઘેરાતુ નજરે આવી રહ્યું છે. યુએસ કોંગ્રેસના સભ્ય અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના શાસનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર ટેડ પોએ કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદને પ્રાયોજિત કરનાર દેશ છે. એટલા માટે યુએસ કોંગ્રેસે તેના પર ધ્યાન આપવું જોઇએ. જેથી પાકિસ્તાનને તેનું પરિણામ ભોગવવું પડે. ટેડ પોએ કહ્યું કે, જો પાકિસ્તાનને જલ્દીમાં જલ્દી આતંકવાદની મદદ કરનાર દેશ તરીકે દેશ તરીકે નહીં ઓળખવામાં આવે અને તેના પર આતંકી દેશનો ઠપ્પો નહીં લાગે તો મોટું નુકશાન થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટેડ પો ગત વર્ષે અમેરિકી કોંગ્રેસમાં આ બાબતે બિલ પણ રજૂ કરી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાનને આતંકવાદીઓનો સંરક્ષક જાહેર કરવાની અપીલ કરવામાં આવી હતી. ટેડ પોએ અમેરિકાના રાજ્ય ટેક્સાસનો સેનેટર છે. તેમણે ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝ્‌મ ડેજિગનેશન એક્ટ નામનું વિધેયક અમેરિકી કોંગ્રેસમાં રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે, અમેરિકી પ્રશાસન આ વિધેયક પર વિચાર વિમર્શ કરી ચાર મહિનાની અંદર આ બિલને પારિત કરે. નહીંતર પાકિસ્તાન આતંકવાદીઓની મદદ કરતું રહેશે. જે દુનિયાના હિતમાં નથી.
ટેડ પોએ ૨૮ જૂને કહ્યું કે, પાકિસ્તાનને મળનાર સૈન્ય મદદ અને ફંડને ઓછું કરી દેવું જોઇએ તેમજ પાકિસ્તાનને આતંકવાદ પ્રાયોજિત દેશ જાહેર કરવો જોઇએ. આ સાથે તેમણે પાકિસ્તાનને નાટો સંગઠનની સભ્યતાથી પણ બહાર કરવાની માંગ કરી છે.

Related posts

ભારતમાંથી કપાસ-ખાંડની આયાત કરવાનો નિર્ણય ઇમરાન સરકારે પરત ખેંચ્યો

editor

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

editor

Cross-border airstrikes in northern Iraq by Turkey

editor

Leave a Comment

UA-96247877-1