Aapnu Gujarat
ગુજરાત

પલસાવાળા રેલવે લાઈનના ક્રોસિંગ બંધ રાખવાનો નિર્ણય મૌકુફ રખાયો

 ડભોઇ તાલુકામાં સ્ટેચ્યુ સુધી પહોંચવા માટે ૧૦ જેટલી રેલ્વે ફાળવામાં આવી છે જે અંતર્ગત રેલવે લાઈનોનું પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે જેમાં ડભોઇ વડોદરા રોડ ઉપર આવેલ પલસાવાળા રેલવે ક્રોસિંગ ખાતે તા.૨૫-૧૧-૨૦૨૦ થી તા.૨૭-૧૧-૨૦૨૦ સુધી રેલ્વે લાઇન મરામતનું કામ ચાલુ થવાનું હતું જે અંતર્ગત રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પણ જિલ્લા કલેકક્ટરમાંથી મંજૂરી ન મળતા રેલવે લાઇન મરામતનું કામ બંધ રાખવામાં આવ્યું છે જેથી તા.૨૫ થી ૨૭ નવેમ્બર સુધી ક્રોસિંગ બંધ રહેવાનું હતું જે હવે ખુલ્લું રહેશે. રેલવે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ડભોઇ પલસાવાળા રેલવે લાઇનની મરામત અંતર્ગત તા.૨૫-૧૧ થી તા.૨૭-૧૧ સુધી રેલવે ક્રોસિંગ બંધ રાખવા જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને ક્રોસિંગ નજીક બોર્ડ લાગવામાં આવ્યું હતું જે અંગે ત્રણ દિવસ મરામતનું કામ કરવા રેલવે દ્વારા જિલ્લા કલેક્ટર પાસે પરવાનગી માંગી હતી પણ તે ન મળતા આગામી ડિસેમ્બર માસમાં પરવાનગી મળ્યા બાદ રેલવે ક્રોસિંગનું કામ શરૂ કરવામાં આવશે અને તા.૨૫-૧૧- થી ૨૭-૧૧નું ક્રોસિંગ બંધ રાખવાના નિર્ણયને મૌકુફ રાખવામા આવ્યો છે જેથી ડભોઇ વડોદરા રોડ ચાલુ રહેશેનું રેલવે સૂત્રો દ્વારા જણાવાયું હતું.
રિપોર્ટર :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ

Related posts

वडोदरा में युवती पर एसिड अटैक

aapnugujarat

ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ની વાતો માત્ર સુફીયાણી, રિપોર્ટમાં ખુલાસો

aapnugujarat

शहर के वकील उम्मीदवारों का परिणाम घोषित करने मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1