Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લદ્દાખ સરહદે ભારત-ચીનના જવાનો ત્રણ તબક્કામાં પીછેહઠ કરશે

ભારત અને ચીનના પૂર્વી લદ્દાખની સરહદે મે મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ ટૂંક સમયમાં જ ઘટી શકે છે. બંને દેશોનું સૈન્યએ યથાસ્થિતિ જાળવી રાખવા ત્રણ તબક્કામાં પીછેહટ કરવાની યોજના પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ બંને દેશોની સેનાઓ એપ્રિલ-મે મહિનાની પોતાની જુની સ્થિતિમાં પોત પોતાની સ્થિતિ પર પાછી ફરશે.
એક રિપોર્ટ મુજબ, ભારત અને ચીનની વચ્ચે લદાખના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા એટલે કે ડિસએન્ગેજમેન્ટને લઈને સહમતિ સધાઈ ગઈ છે. તે મુજબ બંને દેશોના સૈનિક એપ્રિલ-મે મહિનાવાળી જૂની યથાસ્થિતિ પર પરત ફરશે. તેની પર ૬ નવેમ્બરે ચુશુલમાં કોર-કમાન્ડર લેવલની આઠમા ચરણની મંત્રણામાં ચર્ચા થઈ હતી.
લદાખના ચુશૂલમાં ૬ નવેમ્બરે ભારત-ચીનની સેનાઓની વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણા થઈ હતી. તેમાં ત્રણ ચરણના પ્લાન પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. પહેલા તબક્કામાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે. ટેન્ક અને સૈનિકોને પરત મોકલવામાં આવશે. બીજા તબક્કામાં સેનાઓ પેન્ગોગ લેકની પાસેથી રોજ પોતાના ૩૦ ટકા સૈનિકોને હટાવશે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ચીની સેના ફિંગર ૮ની પાસે પરત ફરશે, તો બીજી બાજુ ભારતીય સેના પોતાની ધાન સિંહ થાપા પોસ્ટ પર પરત આવશે.
ત્રીજા તબક્કામાં ભારત અને ચીનની સેનાઓ પેન્ગોગ લેક વિસ્તારના દક્ષિણ ક્ષેત્રથી પોતાના સૈનિકોને હટાવશે. તેની સાથે જ ચુશૂલ, રેજાંગ લાની જે પહાડીઓ પર તણાવના સમયે કબજો કરવામાં આવ્યો હતો તેને પણ ખાલી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર બંને સેનાઓ નજર રાખશે, જેની પર સહમતિ સધાઈ છે. કુલ છ સપ્તાહમાં આ
રિપોર્ટ મુજબ, બંને દેશ સેનાઓ હટાવવા માટે એટલા માટે પણ તૈયાર થયા કારણ કે, હાલ પૂર્વ લદાખમાં પહાડોનીએ ચોટ પર ભારે બરફવર્ષા થઈ રહી છે. લગભગ ૧૫-૧૬ હજારની ઊંચાઈ પર તાપમાન માઇનસ ૪૫ ડિગ્રી સુધી જતું રહે છે. તેનાથી બંને દેશોના સૈનિકોની પરેશાની વધી શકે છે.

Related posts

जापान में लू से ६५ लोगों की जान गई

aapnugujarat

અલ્જિરિયાના લશ્કરનું વિમાન તૂટી પડતાં ૨૫૭નાં મોત

aapnugujarat

મિસિસિપીમાં ગોળીબાર : ૪નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1