Aapnu Gujarat
રમતગમત

રિષભ પંતને જ વિકેટકીપર તરીકે પ્રથમ હરોળમાં રાખવો જોઈએ : લારા

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યું કે, બેટ્‌સમેન કેએલ રાહુલને ભારતીય ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવી જોઈએ નહીં અને પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો આપવો જોઈએ. આ ઉપરાંત લારાનું માનવું છે કે, ઋષભ પંત છેલ્લા એક વર્ષમાં ખુબ જ પરિપક્વ થઈ ગયો છે અને ભારતના નંબર ૧ વિકેટકીપર બેટ્‌સમેન તરીકે તેના નામ પર વિચાર કરવો જોઈએ.
લારાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જ્યારે વાત વિકેટકીપિંગની આવે છે તો કેએલ રાહુલ પર વિકેટકીપિંગનો ભાર નાખવો જોઈએ નહીં. તે એક સારો બેટ્‌સમેન છે અને તેને બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મોટો સ્કોર બનાવવો જોઈએ. તો પંત અંગે લારાએ કહ્યું કે, ઋષભ પંત વિશે એક વર્ષ પહેલાં હું ન કહેતો, પણ તેણે બેટ્‌સમેનના રીતે પોતાની જવાબદારી સમજી છે. તે દિલ્હી કેપિટલ્સ માટે જે રીતે રમી રહ્યો છે, તેને જોઈને લાગે છે કે તે પોતાની જવાબદારી સમજે છે. તે રન બનાવવા ઈચ્છે છે.
તો સંજુ સેમસન અંગે લારાએ કહ્યું કે, આ ૨૫ વર્ષીય ક્રિકેટરને હજુ થોડા સુધારા કરવાની જરૂર છે. તે રાજસ્થાન રોયલ્સની તરફથી વિકેટકીપિંગ જવાબદારી નિભાવી રહ્યો નથી, પણ હું જાણું છું કે તે સારી વિકેટકીપિંગ કરી શકે છે. તે તેનું મુખ્ય કામ છે. તે સારો ખેલાડી છે અને શારજાહમાં તેણે સારી ઈનિંગ રમી છે. પણ તેની ટેકનિકમાં થોડી ખામી છે.

Related posts

માર્કસ સ્ટોઇનિસ હાર્દિક પંડ્યા કરતા સારો ખેલાડી : મેથ્યુ હેડન

aapnugujarat

India defeated South Africa by 7 wickets

aapnugujarat

कनेरिया के बयान ने पाकिस्तान का असली चेहरा दिखाया : गंभीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1