Aapnu Gujarat
ગુજરાત

શામળ પટેલની ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમી સાબર ડેરીના અધ્યક્ષ શામળ પટેલની ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. રૂપાણીએ સાબર ડેરીના અધ્યક્ષ શામળ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલની વાઇસ ચેરમેન તરીકે વરણી અંગે તેમને અભિનંદન આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેડરેશનના આ બે નવા નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને તેને સંલગ્ન દૂધ સંઘો-ડેરીઓ શ્વેતક્રાંતિમાં ગુજરાતને વધુ અગ્રેસરતા પ્રાપ્ત કરાવે તેવી શુભકામનાઓ પણ આપી હતી.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

डांग और साबरकांठा में भारी बारिश से बाढ़ः कपराड़ा में ८ इंच

aapnugujarat

साध्वी जयश्रीगीरी पुलिस जाप्ता से फरार होने का मामले में चार पुलिस कर्मचारी तात्कालिक असर से सस्पेन्ड  

aapnugujarat

૧૦-૧૫ દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ

editor

Leave a Comment

UA-96247877-1