Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિવસેનાના ધારાસભ્યની માંગ, ઉદ્ધવ ઠાકરેને પણ રામ મંદિરના ભૂમિ પૂજન માટે આમંત્રણ આપવું જોઇએ

થાણે બેઠકના શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મુખ્ય ટ્રસ્ટીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં આમંત્રણ આપવા વિનંતી કરી છે. મહંત નૃત્ય ગોપાલ દાસે એએનઆઈને જણાવ્યું હતું કે ‘5 ઓગસ્ટના રોજ મોદીજી અયોધ્યાના રામ મંદિરની ભૂમિ પૂજા કરશે અને લગભગ 35 થી 40 કિલોના ચાંદીના સ્લેબ રાખશે. શિવસેનાના ધારાસભ્ય સરનાઇકે ચીફ ટ્રસ્ટીને સંબોધિત કરીને પત્ર દ્વારા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ ઉઠાવવામાં સેના અને ઠાકરે બંનેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ દરમિયાન શિવસેનાના ધારાસભ્યએ માર્ચ મહિનામાં વડા પ્રધાન મોદીને શિવસેનાના સભ્યને રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નામાંકિત કરવાની વિનંતી કરી હતી.

શિવસેનાના દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે જો તેમને આમંત્રિત કરવામાં આવે તો ઠાકરે નક્કી કરશે કે તેઓ ત્યાં જશે કે નહિ.શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા માટ્વિ ઓગસ્ટની બે તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો.ટ્રસ્ટે વડા પ્રધાન મોદીને 3 અથવા 5 ઓગસ્ટે મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.નોંધનીય છે કે સોમવારે,જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પૂછવામાં આવ્યું હતું કે,અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં, ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાત લેશે? આ અંગે તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તેઓ અયોધ્યા ગયા હતા. શિવસેનાએ રામ મંદિરના નિર્માણમાં જે મુશ્કેલીઓનો પડી હતી તે દૂર કરવામાં પણ ઘણી મદદ કરી હતી અને તેમને અયોધ્યાની મુલાકાત લેવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી.આ સાથે જ શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતનું કહેવું છે કે મુખ્યમંત્રી ઠાકરે પોતે નિર્ણય લેશે કે તેમને અયોધ્યા જવું જોઈએ કે નહીં.તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે,પીએમ મોદી ભૂમિપૂજનમાં મંદિરનો શિલાન્યાસ કરશે, જેના માટે વિસ્તૃત તૈયારીઓ ચાલી રહી છે. શિવસેનાએ ભૂતકાળમાં પણ જોરશોર સાથે રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક સમયે તે ભાજપ સાથે આ માટે પ્રતિબદ્ધ હતી.

Related posts

बिहार कैबिनेट का बड़ा फैसला, महंगाई भत्ते में 11 प्रतिशत की बढ़ोतरी

aapnugujarat

મની લોન્ડરિંગ : નિરવ સામે નવી ચાર્જશીટ દાખલ

aapnugujarat

ગરીબીમાં સપડાયેલાઓ માટે મફત યોજનાઓ જરૂરી છે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1