Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં સાતમા સ્થાને

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીએ નેટવર્થના મામલે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને પાછળ રાખી દીધા છે. ફોર્બ્સ મેગેઝીનના રિયલ ટાઇમ બિલિયનેયર ઇંડેક્સથી આ જાણકારી મળી છે. આ ઇંડેક્સથી જાણકારી મળી છે કે આજે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2 અરબ ડોલરનો વધારો થયો છે.

આ ઇંડેક્સ ડેટા પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 2 અરબ ડોલર વધીને 70.10 અરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે વોરેન બફેટની નેટવર્થ 67.8 અરબ ડોલર છે. હાલમાં જ મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં સામેલ થયા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારાનું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચથી અત્યાર સુધી તેના શેરમાં ડબલ વધારો થયો છે. હાલમાં જ રિલાયન્સની ટેકનોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સે ઘણી વૈશ્વિક કંપનીઓ સાથે ડીલની જાહેરાત કરી છે, જેમાં ફેસબુક પણ સામેલ છે. આ પછી તેના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
લાંબા સમય સુધી દુનિયાના બીજા સૌથી મોટા અરબપતિ રહેલા વોરેન બફેટને હાલના દિવસોમાં ખાસ લાભ થયો નથી. તેમની કંપની ઘણા વર્ષોથી અંડરપર્ફોમિંગ ઇંડેક્સમાં સામેલ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સથી દરરોજ પબ્લિક હોલ્ડિંગ્સમાં થનાર ઉતાર-ચડાવ વિશે જાણકારી મળે છે. દુનિયાના અલગ-અલગ ભાગમાં શેરબજાર ખુલ્યા પછી દર 5 મિનિટમાં આ ઇંડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિઓની સંપત્તિ કોઈ પ્રાઇવેટ કંપની સાથે સંબંધિત છે, તેની નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.

Related posts

रबर एकस्पो जनवरी, २०१९ में मुंबई में आयोजित होगी

aapnugujarat

કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના સભ્યો પાસેથી થાપણો સ્વીકારી શકશે નહીં : આવી થાપણોને નિયમાનુસાર કોઇ વિમા સુરક્ષા મળતી નથી – ભારતીય રિઝર્વ બેન્ક

aapnugujarat

અનાજ ઉત્પાદન ઘટી ૧૩૪ મિલિયન ટન રહેશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1