Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા”નું ટ્રેલર રિલીઝ, ફેન્સ થયા ઈમોશનલ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં લીડ એકટ્રેસ સંજના સાંઘી છે. પહેલાં આ ફિલ્મ ‘કીઝી ઔર મૈની’ના નામથી બનાવવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2019માં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું અને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું. 2 મિનિટ અને 43 સેકેન્ડનું આ ટ્રેલર એક સમય હસાવે છે તો બીજા સમયે રડાવી પણ દે છે. ફિલ્મમાં કીઝી બાસુ એટલે કે સંજના સાંઘી કેન્સરની દર્દી છે. તેની મુલાકાત મૈની એટલે કે સુશાંત સિંહ સાથે થાય છે. શરૂઆતમાં કીઝીને મૈની પસંદ નથી પરંતુ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડે છે.

આ ફિલ્મ પહેલાં ગયા વર્ષે 29 નવેમ્બરે રિલીઝ થવાની હતી અને પછી આ ફિલ્મને 2020માં આઠ મેના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘દિલ બેચારા’ 24 જુલાઈના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરે છે.

Related posts

મોદીની બાયોપિક ફિલ્મ હાલ ભારતભરમાં રજૂ કરાશે નહીં : ચૂંટણી પંચ

aapnugujarat

सबसे ज्यादा सर्च करने वाली सिलेब्रिटी बनीं प्रियंका

aapnugujarat

વાણી અને રણબીર કપુરની શમશેરા ૨૦૨૦માં આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1