Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર પોલીસે પાલીયા ગામના કોતર પાસેથી ત્રણ મોટર સાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંધારાનો લાભ લઈ આરોપીઓ ભાગવામાં સફડ..

પાવીજેતપુર પોલીસે બાતમીના આધારે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પાલીયા ગામ પાસેના કોતર પરથી પસાર થતાં કાચા રસ્તા ઉપર થઈ વિદેશી દારૂની ખેપ મારતા ત્રણ મોટરસાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને આવેલો હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભાભોર તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.કાટકડની સુચના અને માર્ગદર્શન સાથે તેમજ બાતમીના આધારે રાત્રીના પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.આર.ભરવાડ પોતાના સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગ કરતા હતા તે દરમિયાન પાવીજેતપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાલીયા ગામે પોતાની જીપ લઈને ગયા હોય ત્યારે પાલીયા ના કોત્તર ની પાસે ના કાચા રસ્તા ઉપર દૂરથી પોલીસની ગાડી ને જોતા જ વિદેશી દારૂની ખેપ મારનારાઓ ચમકી ગયા હતા અને પોતાની મોટરસાયકલો સ્થળ ઉપર નાખીને ભાગી જવામાં સફળ થયા હતા. પાવી જેતપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્રણે મોટરસાયકલો તેમજ મોટરસાયકલ ઉપર મુકેલા કોથળાઓ નો કબજો મેળવી તપાસ કરતાં આ ત્રણેય કોથળાઓમા થી વિદેશી દારૂનો અલગ અલગ પ્લાસ્ટિકના બોટલ તથા બીયરના ટીન નંગ ૫૪૦ જેની કિંમત રૂપિયા ૧,૧૬,૪૭૦ તથા મોટર સાયકલ નં 3 ની કિંમત ૧૩૫૦૦૦ મળી કુલ ૨,૫૧,૪૭૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ચોરી છૂપીથી યુક્તિ પ્રયુક્તિ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતી ત્રણ મોટરસાયકલો નંબર ૧).જી.જે.0૬ ઇ.એ. ૧૬૭૦, ૨).જી.જે.૦૬.સી.જી. ૮૭૦૬, ૩).જી.જે.૦૬ જે.એન. ૭૮૫૬ ના તાલુકા વિરુદ્ધમાં પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે

editor

महिला निर्माण श्रम योगी सन्मान कार्यक्रम : जनकल्याणलक्षी ८६ योजना महिला कल्याण को समर्पित

aapnugujarat

બાઇકચાલક યુવકનું ડિવાઇડર સાથે અથડાતાં મોત થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1