Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબે લાદયો ભારતીયો પર માથા દીઠ માસિક વેરો

સાઉદી અરબમાં રહેતા ભારતીય પરિવારો પર સભ્ય દીઠ માસિક ૧૦૦ (રૂ. ૧,૭૦૦) રિયાલ ટેક્સ લાગુ કરવામાં આવનાર છે. આ કારણે અનેક લોકોએ તેમના પરિવારને સ્વદેશ પરત મોકલવાની વિચારણા શરૂ કરી છે. સાઉદી અરબમાં હાલમાં ૪૧ લાખ ભારતીયો રહેતા હોવાનો અંદાજ છે. અન્ય કોઈ પણ દેશ કરતાં સાઉદીમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે.સાઉદી અરબમાં પાંચ હજાર રિયાલ (રૂ. ૮૬,૦૦૦) કરતાં વધારે માસિક આવક ધરાવનારને જ ફેમિલી વીઝા આપવામાં આવે છે.
જો કોઈ ભારતીય પત્ની, અને બે સંતાન સાથે રહે છે તો તેણે પ્રત્યેક મહિને ૩૦૦ રિયાલ વેરા પેટે ચુકવવાના હોય છે. આ રીતે દર મહિને રૂ. ૫,૧૦૦નો ફટકો ભારતીયો માટે અસહ્ય ગણાય. આ વેરો ૨૦૨૦ સુધી અમલમાં રહેવાની શક્યતા છે.સાઉદી અરબમાં રહેતા ભારતીયોએ આ વેરો એડવાન્સ તરીકે ચુકવવાનો રહેશે. જો કોઈ ભારતીયની પત્ની એક વર્ષ માટે સાઉદીમાં રહેનાર હોય તો તેણે ૧,૨૦૦ રિયાલ અગાઉથી ચુકવી દેવા પડશે. રિકમા (રેજિમેન્ટ પરમિટ)નું રિન્યુઅલ કરાતા અગાઉ આ રકમ જમા કરવી પડશે.

Related posts

PM addresses ‘Dialogue of Emerging Markets & Developing Countries’ in Xiamen

aapnugujarat

‘चीनी वायरस’ को मिटा देंगे : ट्रंप

editor

मैक्सिको सीमा पर 175 मील लंबी दीवार बनाएगा अमेरिका : मार्क एस्पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1