Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના દ્વારા ગૌ માતા ની સેવા….

બનાસકાંઠા: વિશ્વ સહિત ભારત ભરમાં જ્યારે કોરોના વાઇરસથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે બીજા રાઉન્ડનું લોકડાઉન પણ ચાલી રહ્યું છે અને દરેક સેવા ભાવી લોકો જે બંને તે રીતે ગરીબ પરિવાર હોય કે બીનવારસી રખડતી અબુલ ગાયો હોય કે અન્ય કોઇ રીતે સેવા કરી રહ્યા છે.

ત્યારે કોરોના વાયરસથી લોકો બચી શકે તે હેતુથી લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકો ને પણ વિનંતી કરી રહ્યા છે કે “ઘરે રહો સુરક્ષિત રહો” ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મીઓ, ડોક્ટરો,મિડિયા, સફાઇ કર્મચારી વગેરે લોકો લોકોને ઘરમાં રાખી પોતે જીવન જોખમમાં મૂકી લોકો સુરક્ષિત રહે તે માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે અમુક સેવાભાવી લોકો દ્વારા પણ સેવાઓ કરી રહ્યા છે કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના દ્વારા બિનવારસી રખડતી અબુલ ગાયો કે એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડે છે તેવી ગાયો ને મહાકાલ સેના દ્વારા કાંકરેજના તાલુકાના ભદ્રવાડી, ઓઢા, શિયા,રૂણી, વડા,ખારીયા, વગેરે ગામોમાં ટ્રેક્ટર ફેરવી ને ગૌ માતા એટલે કે ગાયોને લીલો ઘાસચારો નાખી પુણ્યાતાનું કામ કરતા મહાકાલ સેના સાથે દરેક સેવા ભાવી વ્યક્તિઓ છે તે આવી સેવાઓ આપતા જ રહે છે અને માનવતા નું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

Related posts

પ્રજાલક્ષી કામો છેવાડાના બધા માનવી સુધી પહોંચાડવા તૈયાર : નીતિન પટેલ

aapnugujarat

ચાંદખેડામાં સત્તાની સાઠમારીમાં ભાજપ હોદ્દેદારોની વચ્ચે મારામારી

aapnugujarat

અમદાવાદમાં દુકાનદારો-વેપારીઓને ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ ઓનલાઇન મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1