Aapnu Gujarat
ગુજરાત

બોડેલી એમ.ડી.આઈ. પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

આજે ગાંધી જયંતી નિમિત્તે એમ.ડી.આઈ. પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે ગાંધી જયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ગામમાં પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગામના નાગરિકોને વિવિધ પ્લાસ્ટિક નાબૂદી સૂત્રોચ્ચાર દ્વારા પ્લાસ્ટિકની આડઅસરો અને તેનાથી થતું પર્યાવરણને નુકસાન વિશે સમજ કેળવવામાં આવી સાથે-સાથે ગાંધીજીના જીવન ચરિત્ર પર શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું તેમજ શાળાના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી અને સ્વચ્છતા તેમજ પર્યાવરણના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીના સત્યના પ્રયોગો, અહિંસા,ભાઈચારો અને કોમી એકતાના ગુણો તમામ વિદ્યાર્થીઓમાં આવે અને તેનું અનુકરણ કરે સાથે સાથે સમાજ જાગૃત થાય તેવું વ્યાખ્યાન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી,બોડેલી, છોટાઉદેપુર)

Related posts

ભારત સરકારે હવે દેશના ગારમેન્ટ ઉદ્યોગ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાઈઝ બનાવવાનો નિર્ણય કર્યો

aapnugujarat

અમદાવાદમાં પતિએ પત્નીની કરી હત્યા

aapnugujarat

બાલાહનુમાન ફ્રી બસ સેવાનો પૂરતો લાભ હજુ લઇ ન શકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1