Aapnu Gujarat
શિક્ષણ

કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામની શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગાંધી જ્યંતિ ઉજવાઈ

રાષ્ટ્રપિતા અને સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ ચીંધનાર પ.પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતિની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશમાં ભજન – કીર્તન,ગાંધીજીના વિચારો, પ્લાસ્ટિક મુકત ભારતના સંકલ્પ, સ્વચ્છ ભારત વિશે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી શાનદાર રીતે ઉજવવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકોએ બાપુના વિચાર રજુ કર્યા હતા તેમજ સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો કર્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

થરા કોલેજમાં રાસ ગરબાનું આયોજન કરાયું

aapnugujarat

દેશનું સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટીયુટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત અમદાવાદમાં થશે : માંડવિયા

aapnugujarat

વિરમગામ તાલુકામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1