Aapnu Gujarat
Uncategorized

અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયાઃ પરેશ ધાનાણી

લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે એક્ઝિટ પોલે જાણે પરિણામ જ આપી દીધા હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ આ પોલને પોલમપોલ ગણાવી રહી છે. અમરેલી બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે, ’ગરીબ ગામડા અને ખેડૂતોના હ્રદયની વાત સરકાર સાંભળશે એને સમજશે અને જે સમસ્યાઓ આજે દેશ સામે વિકાસનું રૂપ લઈને ઉભી હતી. તેના નિવારણ માટે સરકાર ત્વરિત પગલા ભરે તેવી વિનંતી છે અને હું ભારતીય જનતા પાર્ટીને શુભેચ્છા આપુ છું. ૨૦૧૯ના રણસંગ્રામમાં મને લાગે છે કે દેશ અને પ્રજાના મન અને હ્રદયની લડાઈ હતી. હ્રદયમાં ખુબ ઉકળાટ હતો.
દેશના દરેક છેડેથી માણસ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના દેવાને લઈને, ભ્રષ્ટાચાર અને અત્યાચારને લઈને ૧૦૦ સવાલો ઉભા કરતાં હતા. એવું પણ ન કહી શકાય કે લોકોની સમસ્યા ન હતી.પણ લોકોએ સમસ્યાને કોરાણે મુકી સરકારને પુનઃ સમર્થન આપ્યું છે ત્યારે મને લાગે છે અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છીએ. આવતા દિવોસમાં એના ઉંડાણ સુધી જઈશું. સમીક્ષા કરીશુ. પાર્ટીની ક્ષતીઓ સુધારશું. લોકોના પ્રશ્નને વાંચા આપવા માટે વધુ સર્તકતાથી લોકોના પ્રશ્નને વાંચા આપીશું.

Related posts

Oil theft racket busted, 3 persons arrested from Haripur village of Jamnagar district

aapnugujarat

અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યાજાયો

editor

અંધશ્રદ્ધાએ ક્રુરતાની હદ વટાવી…નવજાત બાળકને ડામ આપતા અરેરાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1