Aapnu Gujarat
મનોરંજન

મીટુ મામલે નાના પાટેકરને ક્લીનચીટ વાળી ખબર પર ભડકી તનુશ્રી, કહ્યું-‘માત્ર અફવા’

ગત વર્ષે તનુશ્રા દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ એફઆઈઆર દાખલ થયાને ૭ મહિના થઈ ચુક્યા છે, પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સાક્ષી મળ્યું નથી. તનુશ્રી દત્તાએ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ’હોર્ન ઓકે પ્લીઝ’ દરમિયાન ઇન્ટીમેટ સીન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
તાજેતરમાં મળતી માહિતી મુજબ, નાના પાટેકરને પોલીસે ક્લીન ચીટ આપી હતી. કારણ કે, તેમને કોઈ સાક્ષી મળ્યું નથી. તે વાત પર તનુશ્રી દત્તાએ જવાબ આપ્યો હતો. તનુશ્રીએ કહ્યું કે, “હું તમને જણાવું કે તપાસ હજુ ચાલું છે. મીડિયામાં આ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે કે, નાના પાટેકરને યૌન શોષણ કેસમાં ક્લીન ચીટ આપવામાં આવી છે.” આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “હું તમને જણાવી દઉં કે, મુંબઈ પોલીસે આવું કોઈ નિવેદન આપ્યું નથી અને તપાસ હજુ ચાલુ છે. મને મારા વકીલ નિતિન સતપુતે જણાવ્યું હતું.” તનુશ્રીએ આગળ કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે, આ અફવા ફેલાવવામાં નાના પાટેકરની પીઆર ટીમ નિષ્ફળ રહી છે કારણ કે યૌન શોષણ કેસના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નથી મળી રહ્યું.”

Related posts

साइबर अपराध की कहानियां सुन भयभीत हूं : हिना

aapnugujarat

ઝરીન પાસે કોઈ ફિલ્મ નથી

aapnugujarat

પૂર્વ મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ પર બબાલ, અનુપમે કહ્યું- ‘બીજે હોત તો ઓસ્કરમાં જાત’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1