Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફારુક અબ્દુલ્લાની તુમાખી : ૩૭૦ કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પ્રચારમાં લાગેલા નેતા નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપનાં ચૂંટણી ઢંઢેરા પર તીખી પ્રતિક્રિયા આપી છે.
અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપે પોતાનાં સંકલ્પ પત્રમાં જમ્મુ કાશ્મીરની કલમ ૩૭૦ને રદ્દ કરવાની વાત કરી છે. તેઓ ૩૭૦ રદ્દ કરશે તો તેઓ વિલય કઇ તરફ રહેશા ?
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ શું તેમને મિટાવવા ઇચ્છે છે. એવુ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારુ પત્તુ સાફ કરી નાખશે. અમે શું ઉંઘતા રહીશું ? અમે તેની સામે લડીશું. તેની વિરુદ્ધ ઉભા થઇ જાઓ. ૩૭૦ને રદ્દ કરશો તો ઇલહાક (વિલય) ક્યાં રહી જશે. અલ્લાહની કસમ જો અલ્લાહને એ જ મંજુર હશે તો અમે તેમનાથી આઝાદ થઇ જઇશું. તેઓ ૩૭૦ને રદ્દ કરે હું પણ જોઇ છું કે કોણ અહીં તેમનો ઝંડો ફરકાવવા માટે અહીં રહેશે. એવી વસ્તુઓ ના કરે કે જેનાંથી અમારુ હૃદય તોડવાનાં પ્રયાસો કરી રહ્યા હો. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરનાં ડાઉન ટાઉન વિસ્તારમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું હતું. ફારુકે રાજ્યપાલને હાઇવે પર પ્રતિબંધ લગાવવા અંગે નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે, તેમણે માત્ર ૪૫ વાહનો માટે અમારા હાઇવે બંધ કરી દીધા છે. મને લાગે છે કે રાજ્યપાલ પોતે કાંઇ જ નથી વિચારતા, તેઓ દિલ્હીનાં આદેશ અનુસાર ચાલી રહ્યા છે. મીરવાઇઝને એનઆઇએ હેડક્વાર્ટર દિલ્હી બોલાવવા અંગે ફારુકે કહ્યું કે, આજે મીરવાઇઝને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો, શું તેની તપાસ અહીં થઇ શકે તેમ નહોતી. શું તમે અમને દબાવવા માટે તમારી શક્તિ દેખાડવા માંગો છો. પરંતુ અમે ડરતા નથી, જો તેમને લાગે છે કે અમને દબાવી દેશો તો આ માત્ર તમારુ સપનું છે.

Related posts

મન કી બાતથી ઓલ ઈન્ડિયા રેડિયોને ૧૦ કરોડની કમાણી

aapnugujarat

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

તામિલનાડુમાં સ્કૂટી પર ઇવીએમ લઈ જવાતા હોબાળો

editor

Leave a Comment

UA-96247877-1