Aapnu Gujarat
Uncategorized

બિહારમાં પિતાની સામે પુત્રી પર છ લોકોએ દુષ્કર્મ આચર્યુ

બિહારમાં પિતાને બંધક બનાવીને તેની સામે જ તેની પુત્રી પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓએ મોડી રાત્રે પાણીના બહાને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને પિતા-પુત્રીને બંધક બનાવીને જંગલમાં લઇ ગયા હતા. ત્યાં ૬ આરોપીઓએ પિતાની સામે પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
બિહારના કિશનગંજના કોધોબડી પોલીસ વિસ્તારમાં ૪ ફેબ્રુઆરીએ મોડી રાત્રે ૬ આરોપીઓ પાણી માંગવાને બહાને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, દરવાજો ખોલતા જ આરોપીઓએ તેને અને તેના પિતાને બંધક બનાવીને પાસેના જંગલમાં લઇ ગયા હતા. જંગલમાં તેમણે તેના પિતાને ઢોર માર માર્યો હતો અને તેને દોરડા વડે બાંધી દીધા હતા. તેના પિતાની સામે જ આરોપીઓએ તેની પર એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેમણે ધમકી આપી હતી જો પોલીસને જાણ કરી તો તેને મારી નાંખવામાં આવશે. પીડિતાના પિતાએ આરોપીઓની ઓળખ ફૈઝ આલમ, અબ્દુલ મન્નાન, કાલુ, કાસિમ, તકસીર અને અંસાર તરીકે કરી છે.

Related posts

ભાવનગરથી ગાંધીનગર સુધી ઇન્ટરસીટી ટ્રેનનો આરંભ

aapnugujarat

ભાવનગરમાં “તરસમિયા EWS-1 તથા EWS-2ના આવસોનો ડ્રો યોજાયો

editor

કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણી અને તેમના પત્નિ સોમનાથ મહાદેવ પહોંચ્યા

editor

Leave a Comment

UA-96247877-1