Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશને લૂંટનાર લોકોને છોડાશે નહીં : મદુરાઈમાં એમ્સના શિલાન્યાસ વેળા મોદીના પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં એમ્સની આધારશીલા મુકી હતી. મોદીએ આ ગાળા દરમિયાન કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. આની સાથે જ મોદીએ તેમના પ્રવાસનો વિરોધ કરનારને લઇને પણ વિરોધીઓની ઝાટકણી કાઢી હતી. વિપક્ષ ઉપર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મારફતે ગ્રામિણ સ્વચ્છતામાં ભાગે વધારો થયો હોવાનો દાવો કર્યો હતો. તમિળનાડુ બાદ મોદીએ કેરળના કોચીમાં પણ સભા યોજી હતી. તમિળનાડુમાં ભાજપની સ્થિતિને મજબૂત કરવા મોદી કેટલાક મુદ્દાઓ ઉપર વાત કરતા નજરે પડ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, દેશને ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદથી છુટકારો અપાવવા માટે પ્રભાવી પગલા લઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ સાથે વિશ્વાસઘાત કરનાર અને દેશને લુંટનારને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, ૫૦ વર્ષોમાં જે કામ શરૂ થયુ ન હતું તે કામ તેમની સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. વડાપ્રધાને પોતાના પ્રવાસનો વિરોધ કરી રહેલા વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આ કમનસીબ બાબત છે કે, કેટલાક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે તમિળનાડુમાં શંકા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ તમામ લોકોને અપીલ કરવા માંગે છે કે, આવી નકારાત્મક બાબતો માટે સાવધાન રહેવાની જરૂર છે. કોઇપણ એવી રાજકીય વિચારધારા જે ગરીબોનો વિરોધ કરે છે તેનાથી કોઇને પણ લાભ થઇ શકે નહીં. વડાપ્રધાને આ ગાળા દરમિયાન વેલ્લાર સમુદાયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ એક મુદ્દા પર વાત કરવા માંગે છે.
આ બાબત દેવેન્દ્રકુલા વેલ્લાર સમુદાય સાથે જોડાયેલી છે. અમે આ સમુદાય માટે ન્યાયની ખાતરી કરવાની સાથે સાથે તેમને અનેક તકો પણ આપી છે.
મહત્વપૂર્ણ પ્રગતિ પણ આ સંબંધમાં થઇ છે. મોદીએ આ ગાળા દરમિયાન મદુરાઈના લોકો તમિળનાડુના યુવાનોને નકારાત્મક તાકાતોને ફગાવી દેવા અપીલ કરી હતી. જનરલ કેટેગરી ક્વોટાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તમામ વર્ગના લોકોને વિકાસનો ફાયદો મળે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. સમાજમાં દરેક વર્ગને શિક્ષણ અને રોજગારની સાથે સાથે જરૂરી સાધનો મળે તે પણ જરૂરી છે. આજ ભાવનાની સાથે અમે સામાન્ય વર્ગના ગરીબ લોકોને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપી રહ્યા છીએ. વડાપ્રધાને ૨૦૦ એકરમાં બનનાર ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી એણ્સની શિલાન્યાસ વિધિ કરી હતી અને કહ્યું હતું કે, કેન્દ્રની એનડીએ સરકાર આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપી રહી છે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને આરોગ્યની સુવિદા પ્રજા સુધી પહોંચે તેવો હેતુ રહેલો છે. ગ્રામિણ સ્વચ્છતા આજે ૯૮ ટકા સુધી પહોંચી છે. નવ કરોડ ટોયલેટનું નિર્માણ તેમની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
એકલા તમિળનાડુમાં ૪૭ લાખ શૌચાલયોનું નિર્માણ થયું છે. મદુરાઈમાં મોદી પહોંચ્યા ત્યારે વાઈકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોદી ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા.

Related posts

निर्भया के दोषी विनय शर्मा ने सुप्रीम में दायर की क्यूरेटिव पिटीशन

aapnugujarat

राफेल पर सरकार को क्लिीनचिट, शाह बोले राहुल मांफी मांगे

aapnugujarat

ચોમાસુ સત્રમાં વીજળી પુરવઠો મેળવવાના અધિકાર માટે બિલ લાવવાની યોજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1