Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોમાસુ સત્રમાં વીજળી પુરવઠો મેળવવાના અધિકાર માટે બિલ લાવવાની યોજના

યુપીએ સરકાર દરમ્યાન ‘માહિતીનો અધિકાર’, ‘રોજગારનો અધિકાર’ અને ‘ભોજનનો અધિકાર’ મળ્યો તો નરેન્દ્ર મોદી સરકારે ‘વીજળીનો અધિકાર’ આપવાનું મન બનાવ્યું છે. કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્રમાં વીજળી પુરવઠો મેળવવાના અધિકાર માટે બિલ લાવવાની યોજના બનાવી રહ્યાં છે. તેના અંતર્ગત એપ્રિલ ૨૦૧૯થી સામાન્ય સ્થિતિઓમાં દિવસમાં ૨૪ કલાક વીજળી પુરવઠો નહીં હોવા પર પાવર ડિસ્ટ્રિબ્યુટર્સને જવાબદાર ગણાવી શકાશે. પરંતુ હાલના સમયમાં હજુ કરોડો પરિવાર છે, જેમના ઘર સુધી હજુ સુધી વીજળીની સુવિધા પહોંચી શકી નથી. સૂત્રોએ કહ્યું કે પીએમ મોદીએ દેશમાં દરેક પરિવારને રાત-દિવસ વીજળીનો પુરવઠો પૂરો પાડવાની ડેડલાઇન ૧ એપ્રિલ ૨૦૧૯ નક્કી કરાઇ છે.
પીએમ મોદીએ દેશમાં દરેક પરિવારને દિવસ-રાત વીજળી પુરવઠો પૂરો પાડવાની ડેડલાઇન ૧ એપ્રિલ ૨૦૧૯ નક્કી કરી છે. વિદ્યુત અધિકારીઓના મતે વીજળી ઉત્પાદનનો લક્ષ્યાંક તો પ્રાપ્ત થઇ ચૂકયો છે, પરંતુ તમામ ગામડાંમાં પાવર ટ્રાન્સમિશનની સુવિધા આ વર્ષે એપ્રિલ સુધીમાં આપી શકાશે. પાવર મિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું કે મુખ્ય અડચણ ડિસ્ટ્રિબ્યુશનનું છે, નહીં કે પ્રોડક્શન અને ટ્રાન્સમિશનનું.અધિકારીએ જણાવ્યું કે ડિસ્કૉમ્સ લૉસમાં ઘટાડો કરવા માટે દરરોજ કેટલાંક કલાક પાવર સપ્લાય કટ કરાય છે એવું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે આ પાવર કટ મુખ્ય રીતે ‘કોમર્શિયલ કારણોથી’ થાય છે, નહીં કે ટેક્નિકલ ફૉલ્ટના લીધે.મોદી સરકાર દ્વારા લાવવામાં આવતા બીલમાં સામાન્ય સ્થિતિમાં ગ્રાહકને પાવર સપ્લાય ન દેવા પર ડિસ્ટ્રિબ્યુટર્સને દંડ કરવાની જોગવાઇ હશે. સામાન્ય સ્થિતિનો મતલબ એ છે કે બ્રેકડાઉન ન થાય અથવા તો કોઇ ટેકનિકલી ખામી ન થાય. દેશમાં થર્મલ અને હાઇડ્રોપાવરનું ઉત્પાદન જરૂરિયાતથી વધુ કરી રહ્યાં છે. એવામાં ટ્રાન્સમિશનનો લક્ષ્યાંક પૂરો કરવો પડશે.એનડીએ સરકારે તમામ ગામને વિદ્યુતીકરણ માટે ૧ મે ૨૦૧૯ની ડેડલાઇન રાખી છે, પરંતુ હજુ ૯૩૫ ગામડાં સુધી વીજળીની સુવિધા પહોંચી નથી. સરકારે આ ગામડાંમાં પણ ૧૫ એપ્રિલ સુધી વીજળી પહોંચાડવાની આશા વ્યક્ત કરી છે.આપને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે મે,૨૦૧૪મા દેશની સત્તા પર આવ્યા હતા તે સમયે ચાર કરોડ પરિવાર વીજળીની સુવિધાથી વંચિત હતા. તેમાંથી અત્યાર સુધીમાં ‘સૌભાગ્ય યોજના’ અંતર્ગત ૨૯ લાખ ૩૩ હજર પરિવારોને વીજળીની સુવિધા પહોંચી ચૂકી છે. આ યોજના ૧૧ ઑક્ટોબર ૨૦૧૭ના રોજ શરૂ થઇ હતી. આ યોજના ૧૧ ઑક્ટોબર ૨૦૧૭ના રોજ શરૂ થઇ હતી. નવા નિયમોની અંતર્ગત કોઇપણ પરિવારને વીજળી સુવિધાથી લેસ ત્યારે મનાય જ્યારે તેનું પહેલી બીલ વીજળી બિલ લેઝરમાં નોંધાય.

Related posts

जिस अधिकारी को यूपीए ने हमारे खिलाफ जांच के लिए लगाया था वही आज एनआईए प्रमुख हैं : गृहमंत्री

aapnugujarat

आयुष शिक्षा में सुधार पर तेजी से काम चल रहा है : नरेन्द्र मोदी

aapnugujarat

માર્ચ ૨૦૧૮ સુધી ૭.૫ ટકાનો વિકાસ દર રહેશે : અરવિંદ પનગારિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1