Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હું ૨-૩ કરોડ લોકોને દર વર્ષે રોજગાર આપી શકુ છુંઃ યશવંત સિંહા

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એકજૂથ થઇ રહેલા વિપક્ષી નેતાઓમાં કોણ સરકાર બનાવવાની સ્થિતિમાં દેશને નેતૃત્વ આપશે, આ સવાલ છેલ્લા કેટલાંક સમયથી ચર્ચાનો વિષય છે.
કોલકાતામાં ૨૨ પક્ષોના ૪૪ નેતાઓની વચ્ચે મમતાના મંચ પર હાજર રહેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી યશંવત સિન્હાએ દેશને રોજગાર સંકટને દૂર કરનાર વડાપ્રધાનના રૂપમાં પોતાની જાતને સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના બાગી નેતા અને અટલ બિહારી બાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા યશવંત સિન્હાએ એક ટીવી શો દરમિયાન આ ઇચ્છા જાહેર કરી છે. શોમાં ચર્ચા દરમિયાન યશંવત સિન્હાને સવાલ કરવામાં આવ્યો કે દેશમાં દર વર્ષ ૧.૨ કરોડ રોજગાર પૈદા કરવામાં સૌથી મોટી પડકાર માનવામાં આવી રહ્યો છે, એવામાં તે વડાપ્રધાનના રૂપમાં ક્યા નેતાની અંદર આ ક્ષમતા જોવે છે જે આ મુદ્દાઓને સહજતાથી ઉકેલી શકે. તેના જવાબમાં યશવંત સિન્હાએ કહ્યું કે, રોજગાર સિવાય હું એવું પણ કહીશ કે દેશમાં સુદૂર ગ્રામીણ વિસ્તારો સુધી અમે લાખો કિલોમીટર રસ્તાઓ બનાવવાના છે. તેના સિવાય કૃષિના ક્ષેત્રમાં પણ ઘણા કામ હજી બાકી છે અને નવા શહેર બનાવવાના છે.
તેનાથી આગળ યશંવત સિન્હાએ કહ્યું કે, જો આ બધું કામ અમે કરવાનું શરૂ કરીએ તો દર વર્ષે સવા કરોડ નહીં, પરંતુ ૨-૩ કરોડ રોજગાર પૈદા કરવામાં આવી શકે છે. પરંતુ અમે એવું કરી રહ્યા નથી. તેમને એક બીજા સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમારે એવું જોવું પડશે જે આ બધુ કરવા માટે તૈયાર હોય.

Related posts

टेरर फंडिंगः जम्मू-कश्मीर में १२ जगहों पर एनआईए का छापा

aapnugujarat

બરેલીમાં ૧૧ બાળકોની માતાને પતિએ ટ્રિપલ તલાક આપ્યા

aapnugujarat

બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

editor

Leave a Comment

UA-96247877-1