Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભાગેડુ માલ્યાની બેંક ડિટેલ્સ ન આપવાની અપીલ સ્વિસ ફેડરલ ટ્રિબ્યૂનલે ફગાવી

ભારતમાંથી ભાગેડુ જાહેર થયેલા એક સમયના ભારતીય બિઝનેસમેન એવા વિજય માલ્યાને ઝટકો લાગ્યો છે. વિજય માલ્યાએ સ્વિસ ફેડરલ ટ્રિબ્યૂનલ સમક્ષ પોતાની બેંક ડિટેલ્સ ન આપવા અપીલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
વિજય માલ્યાએ જણાવ્યું હતું કે સીબીઆઇની તેના વિરુધ્ધ કાર્યાવીહ ગંભીર રીતે ત્રુટીપૂર્ણ છે કારણે કે આ મામલાની તપાસ કરનાર મુખ્ય અધિકારીઓ પોતે ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યાં છે. વિજય માલ્યાની અરજીને નામંજૂર કરવાનો નિર્ણય ગોથમ ડાઇજેસ્ટ કર્યો છે જે સ્વિસ ફેડરલ કોર્ટના બધા મ્યૂચ્યૂઅલ લીગલ અસિસ્ટેન્સ ટ્રીટી (એમએલટી) સાથે જોડાયેલ મામલાને મોનેટરીંગ કરતાં હોય છે.
ગોથમ ડાઇજેસ્ટે જણાવ્યું કે માલ્યાના સ્વિસ વકીલે દલીલ કરી હતી કે તેના વિરુધ્ધ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓ પર જ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, જે કોર્ટ સ્વીકાર કરી શકતી નથી. ૨૬ નવેમ્બર અને ૨૯ નવેમ્બરના રોજ લોજેનમાં સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલ દ્વારા ત્રણ નિર્ણય કહ્યા હતા.
તેમના નિર્ણયને જોતાં માલ્યાના વકીલોએ સીબીઆઇ સુધી તેમના બેંક ખાતાની વિગતને પહોંચતી રોકવા માટે આખરી પગલું ભર્યું હતું. સ્વીસ ફેડરલ ટ્રિબ્યુનલમાં દાખલ અપીલો ૧૪ ઓગસ્ટ, ૨૦૧૮ના ત્રણ આદેશોનું પાલન કરે છે.
પોતાનો નિર્ણયમાં સ્વિસ ફેડરલ ટ્રિબ્યૂનલ જ્જે જણાવ્યું કે આ મામલે ઇસીએચઆરના ઉલ્લંઘનની અરજી લાગુ નથી થતી. આ અગાઉ વિજય માલ્યાએ કહ્યું હતું કે ભારત સરકારે તેના વિરુધ્ધ રાજકીય ષડયંત્ર કર્યું છે. જેના કારણે તેના વિરુધ્ધ અપરાધિક કાર્યવાહી તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

ભારત સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ, પહેલા ચીન ડોકલામથી હટાવે સેનાઃ સુષ્મા

aapnugujarat

खराब मौसम के चलते अमरनाथ यात्रा आज स्थगित

aapnugujarat

કાસગંજ બાદ હવે આગ્રામાં વીએચપીની તિરંગા યાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1