ટીવી ક્વિન એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ ’કસમ સે’માં મુખ્ય ભૂમિકા ભજવી દર્શકો વચ્ચે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર પ્રાચી દેસાઇ ટીવીમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી હતી. પ્રાચીએ ૨૦૦૮માં ફિલ્મ ’રોક ઓન’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.જે બાદ પ્રાચી ’વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ’ અને ’બોલબચન’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ્સ પછી પ્રાચીને બોલિવૂડમાં કોઇ ખાસ સફળતા ન મળી.
હવે જાણવા મળી રહ્યું છે કે, પ્રાચી લગભગ ૧૦ વર્ષ બાદ ટીવી પર પાછી ફરી રહી છે.ખાસ વાત એ છે કે, પ્રાચી તેની મિત્ર એકતા કપૂરના શો ’કવચ’ની બીજી સિઝન દ્વારા ટીવી પર પાછી ફરી શકે છે.
’કવચ ૨’ કલર્સ ટીવીના લોકપ્રિય શો ’નાગિન ૩’ની જગ્યાએ શરૂ થશે. કહેવાય છે કે, પ્રાચીની સાથે આ શોમાં ટીવી સ્ટાર્સ રામ કપૂર અને સાક્ષી તંવર પણ જોવા મળશે. જ્યારે શોમાં પ્રાચી દેસાઇ, રામ કપૂરની બીજી પત્નીની ભૂમિકામાં જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, કલર્સ પર પ્રસારિત થયેલ ’કવચ’ની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહક ચહલે કામ કર્યું હતું. ’નાગિન ૨’ની જગ્યા ’કવચ’એ લીધી હતી. જેને ઘણી લોકપ્રિયતા મળી હતી.