Aapnu Gujarat
ગુજરાત

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષ તૂટી જશેઃ નીતિન પટેલ

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટી જશે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવશે તેમ તેમ કોંગ્રેસનો જૂથવાદ વધુ બહાર આવશે.
અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માટેનું આમંત્રણ આપવાનું કામ પ્રદેશ સંગઠનનું છે. નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાંથી જે કોઈ નેતાઓને કે ધારાસભ્યોને ભાજપમાં આવવું હોય તેનું અમે સ્વાગત કરીશું.નીતિન પટેલના આ નિવેદન બાદ ભાજપના આગેવાન રેસમાં પટેલે મિડીયા સમક્ષ ધડાકો કર્યો છે કે ભાજપના પાંચ નારાજ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. ગાંધીનગરમાં શરૂ થયેલી આવી રાજકીય ગતિવિધિને પગલે ભાજપના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ તુરંત જ પ્રત્યાઘાતો આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ નહીં ભાજપ તૂટી રહી છે.ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપમાંથી અનેક આગેવાનો બળવો કરશે આમ ભાજપ અને કોંગ્રેસના આંતરિક રાજકારણ અને સામા આવી ગયા છે જોકે ભાજપ અને કોંગ્રેસમાં અનેક ધારાસભ્યોમાં નારાજગી અને રોષ છે પરંતુ હજુ બંને પક્ષમાંથી કોઈનો પણ ધારાસભ્ય ખૂલીને બહાર આવતો નથી.આ તમામ અસંતોષી ધારાસભ્યો તકની રાહ જોઈને બેઠા છે અને નીતિન પટેલ અને બાદમાં રેસમાં પટેલે ગાજરમાં મીડિયા સમક્ષ જે વાતો કરી છે. તેને કારણે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા કડાકા ભડાકા થઇ શકે છે.

Related posts

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

editor

शहर में आग की चार घटना होने पर फायर में ड्राइवर कम पडे

aapnugujarat

बीजेपी का मास्टर स्ट्रोक नहीं झेल पाएगी कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1