Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર મુદ્દે સંતોનો કુંભ મેળામાં હુંકાર, ‘મંદિર નહીં તો ૨૦૧૯માં મોદી પણ નહીં’

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા પ્રયાગરાજમાં થનારો કુંભ મેળો અત્યંત મહત્વનો ગણાય છે. કુંભમાં ભાગ લેવા માટે સાધુ સંતોનો ધસારો શરૂ થઇ ગયો છે. આમાંના જ મહંતોએ એક પત્રકાર પરિષદમાં ભાગ લઇને મોદી સરકારથી પોતે નારાજ હોવાનું જણાવ્યું છે.
મહંતોએ મોદી સરકાર પર પોતાનો રોષ ઠાલવતા ચેતવણી આપી છે કે મંદિર નહીં તો વર્ષ ૨૦૧૯માં મોદી સરકાર પણ નહીં. કુંભ મેળા દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ પ્રયાગરાજમાં જ ધર્મ સંસદનું આયોજન કરે એવી શકયતા છે.જો કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી મહારાજે જણાવ્યું હતું કે ધર્મ સંસદ બોલાવવાનો અધિકાર કોઇપણ રાજકીય દળને કે વિશ્વ હિંદુ પરિષદને પણ નથી. નરેન્દ્ર ગિરી અનુસાર ધર્મ સંસદ બોલાવવાનો અધિકાર ચાર પીઠના શંકરાચાર્યો પાસે છે.મહંત નરેન્દ્ર ગિરી મહારાજે જણાવ્યું હતું કે મોદી અને ભારતીય જનતા પાર્ટીને વિકાસના નામે મત મળ્યા નથી. જો વિકાસના નામે જ પક્ષને મત મળ્યા હોત તો ઉત્તરપ્રદેશનો મુખ્યપ્રધાન કોઇ બીજુ હોત અથવા તો અખિલેશ યાદવ હોત. ગોધરા કાંડ બાદ મોદીનો હિંદુવાદી ચહેરો દુનિયા સમક્ષ આવ્યો તો લોકોએ વિચાર્યુ કે યૂપીમાં યોગી રહેશે અને જ્યાં મોદીજી રહેશે ત્યાં રામ મંદિર બની જશે. મોદીના રાજમાં વિકાસ થઇ રહયો છે. વીજળી મળી રહી છે. રસ્તાઓ બની રહયા છે. પરંતુ લોકો રામ મંદિરના નામે જ મત આપશે. જો તમે રામ મંદિર નહીં બનાવો તો મોટી સમસ્યા ઉભી થઇ જશે.મહંત નરેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે રામ મંદિર મુદ્દે કેન્દ્ર સરકારનું વલણ ઓરમાયુ જોવા મળી રહયુ છે અને એમ જણાય રહયુ છે કે મંદિર બનશે જ નહીં. એટલે જ અમે હવે સુપ્રીમ કોર્ટના આદેશના ઇંતેજારમાં છીએ. રાજકીય નેતાઓ કયારેય મંદિર નહીં બનાવી શકે. મહંતે ચેતવણી આપતા જણાવ્યું હતું કે મને જણાય છે કે સરકારને વર્ષ ૨૦૧૯માં આનું ભારે ભુગતાન કરવુ પડશે કારણ કે કેન્દ્રમાંની મોદી સરકાર લોકોની અપેક્ષાઓ પર ઉણી ઉતરી છે.નિરંજની અખાડાના મહંત કેશવ પુરીએ જણાવ્યું હતું કે સાધુ સંત મહાત્માઓએ ભાજપનો સાથ એટલે આપ્યો હતો કે તેઓ રામ મંદિર બનાવે અને એક સમસ્યાનો ઉકેલ લાવે. પરંતુ સાડા ચાર વર્ષ બાદ પણ રામ મંદિરનો પાયો ભાજપ નાખી શકી નથી. રામ મંદિર અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. હવે તો રામ મંદિર બનશે તો જ મોદી સરકાર ટકશે. લોકોનો ભરોસો, વિશ્વાસ મોદી સરકાર ગુમાવી રહી છે. મંદિર બનશે તો ભાજપ બીજીવાર કદાચ ચૂંટણી જીતી શકે એમ છે નહીં તો તેને માટે ખૂબ જ મુશ્કેલ છે.

Related posts

Illegal mining case: CBI rais at UP Ex min. Gayatri Prajapati’s location

aapnugujarat

भीषण हमला करने के लिए आतंकी तैयार : एनएसए की अब कड़ी नजर

aapnugujarat

पाक ने किया संघर्षविराम उल्लंघन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1