Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારનો પ્લાન, ૨૦૨૨ સુધીમાં કરવામાં આવશે ૧ કરોડ ઘરનું નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યાજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તેમની મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે. આ લક્ષ્યને પુરૂ કરવા માટે કેન્દ્રિય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલયે ૨૦૧૮માં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત ૨૦૨૨ પહેલા ૧ કરોડ ઘરનું નિર્માણનું કામ શરૂ કરવાનો ટાર્ગેટ છે.
શહેરી વિકાસ મંત્રાલય પર આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અટલ મિશન જેવી ઘણી યોજનાઓને પૂરી કરવાની જવાબદારી છે.
મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે એપ્રિલ ૨૦૧૮માં અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ૧૬૧૨ શહેરોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત અત્યાર સુધીમાં ૪૧૨૪ શહેર અને ગામડાઓમાં ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાસ સુધીમાં ૬૮.૫ લાખ ઘરોનો નિર્માણને મંજૂરી મળી ગઇ છે. તેમાંથી ૩૫.૬૭ લાખ ઘરોનું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાંથી ૧૨.૪૫ લાખ ઘરોનું નિર્ણમા કામ પૂરુ થઇ ગયું છે. સરકારનો પ્રયત્ન છે કે ૨૦૨૦ સુધીમાં નિર્માણ કામ પુર કરવાથી ૨૦૨૨ સુધીમાં બધાને ઘર ફાળવી દેવામાં આવશે.પ્રધાનમંત્રી આવસ યોજનાનું બજેટ લગભગ ૩ લાખ ૫૬ હજાર ૩૯૭ કરોડ રૂપિયા છે. જેમાંથી કેન્દ્ર સરકારની તરફથી ૩૩ હજાર ૪૫૫ કરોડ રૂપિયા જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને ફાળવી દેવામાં આવ્યા છે. જોકે ફાળવેલી રાશિ ૧ લાખ ૨૭૫ કરોડ છે.

Related posts

ભારત-ચીનના સંબંધો દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

editor

દાર્જિલિંગમાંથી ફોર્સ પરત ખેંચવા કેન્દ્રને મંજુરી મળી

aapnugujarat

अर्थव्यवस्था को सुस्ती से बाहर निकाले सरकारः मनमोहन सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1