Aapnu Gujarat
રમતગમત

બ્રાન્ડ કોહલી વધુ મજબૂત બની

વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોટા દેશ તરીકે ભારત સામેલ છે. ભારતમાં વિરાટ કોહલી હાલમાં સૌથી હાઈપ્રોફાઇલ એથ્લિટ તરીકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક એવી બ્રાન્ડ તરીકે ઓળખ થઇ છે જેના ઉપર કોઇપણ ટિપ્પણી કરવી હવે ખુબ મુશ્કેલ થઇ જાય છે. તેમની સામે કોઇ ટિકા અને બિનજરૂરી ટિપ્પણી પણ હવે અસર કરતી નથી. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક કંપનીઓની જાહેરાતો છે જેમાં ઘડિયાળ, કાર, સ્પોટ્‌ર્સ શૂટ, મોટરબાઈક, વસ્ત્રો, રાઇડ સર્વિસ, ટાયર, સ્નેક્સ, હેલ્થફુડ, હેડફોન, ટૂથબ્રશની જાહેરાત પણ છે. ૩૦ વર્ષના વિરાટ કોહલી વર્તમાન ફેશનની સાથે ચાલે છે. શરીરમાં હાથ ઉપર ટેટૂ જોવા મળી શકે છે. વાળમાં કલર પણ જોવા મળી શકે છે. ૨૧ બ્રાન્ડ તેની પાસે રહેલી છે. ફોર્બ્સની ૨૦૧૮ની યાદીમાં તે દુનિયાના ૧૦૦ સૌથી વધારે કમાણી કરનાર એથ્લિટોમાં સામેલ છે. દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લિટોમાં તે ૮૩માં ક્રમે છે. છેલ્લા ૧૨ મહિનાના ગાળામાં વિરાટ કોહલીએ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોહલી દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં સામેલ છે. આ મામલામાં તે નોવાક જોકોવિક અને ફુટબોલ સ્ટાર સર્જિયો એગ્યુરોથી પણ આગળ છે. દુનિયાના સૌથી મોંઘા એથ્લિટોમાં પ્રથમ સ્થાને બોક્સર મેવેદર છે. બીજા સ્થાને ફુટબોલ સ્ટાર મેસ્સી છે. આ બંનેની સરખામણી સુધી તે પહોંચી શકશે નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં તે આગળ રહેલો છે. ક્રિકેટની રમત દુનિયાના નાના હિસ્સોમાં જોવામાં આવે છે. ખાસ કરીને કોમનવેલ્થ દેશમાં જ ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. જો કે, મહેન્દ્રસિંહ ધોનીને એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લિટના મામલામાં તે પાછળ છોડી શકે છે. પૂર્વ કેપ્ટને ૨૦૧૫માં અનેક બ્રાન્ડમાં કામ કર્યું હતું. કોહલીએ ગયા વર્ષે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. ભારતમાં ક્રિકેટ અને બોલીવુડ બે સૌથી વધારે પસંદ કરનાર ક્ષેત્રોમાં સામેલ છે. મધ્યમ વર્ગમાં કોહલીની ફેમિલીમેનની છાપ મજબૂત થઇ છે.
યુવાઓની વચ્ચે તેની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. કોહલી સોશિયલ મિડિયા ઉપર પણ ખુબ સક્રિય છે. ફેસબુક પર તેના ૩૭ મિલિયન ફ્રેન્ડ છે. ટિ્‌વટર પર ૨૭.૧ મિલિયન લોકો તેને ફોલો કરે છે. તાજેતરમાં જ જાણકાર લોકોએ કહ્યું હતું કે, વિરાટ કોહલી સૌથી જંગી કરનાર એથ્લિટમાં સામેલ છે. કોહલીની કમાણી હજુ વધવાની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, ભારતની આર્થિક સ્થિતિ પણ દિનપ્રતિદિન મજબૂત થઇ રહી છે. કોહલીની કમાણી પૈકી ૨૦ મિલિયન ડોલર જાહેરાતોમાંથી આવ્યા છે જ્યારે ચાર મિલિયન ડોલર પગાર અને ઇનામી રકમ તરીકે મળ્યા છે. સોશિયલ મિડિયા ઉપર તેની લોકપ્રિયતામાં પણ હજુ વધારો થઇ શકે છે.

Related posts

કંગનાએ બંગાળમાં તોફાનો ભડકાવ્યાની ફરિયાદ

editor

સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

aapnugujarat

बॉल टेंपरिंग में फंसे पाक के शहजाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1