Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

શરદ પૂર્ણિમાએ મહર્ષિ વાલ્મીકિ ભગવાનની જયંતિ તરીકે મનાવવામાં આવે છે. વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં આવેલા વાલ્મીકિ વાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સમાજનાં હિન્દુ ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન વાલ્મીકિજી નું પુજન અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી. ભગવાન વાલ્મીકિજી ની તસવીરને ફુલનો હાર ચડાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તેજશભાઇ વજાણી દ્વારા ભગવાન વાલ્મીકિજીના જીવન વિશે સવિસ્તાર માહિતી આપી હતી. વાલ્મીકિ જયંતિએ વિવિધ સમાજનાં લોકોએ સાથે મળીને ભગવાન વાલ્મીકિજીનુ પુજન અર્ચન કરીને સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સમાજનાં 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરાણો મુજબ, તેમણે કઠોર તપસ્યા કરી મહર્ષિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરમપિતા બ્રહ્માના કહેવાથી તેમણે ભગવાન શ્રીરામના જીવન ઉપર આધારિત રામાયણ નામના મહાકાવ્યની રચના કરી હતી. ગ્રંથોમાં તેમને આદિકવિ તરીકે ઉલ્લેખવામાં આવ્યાં છે. તેમના દ્વારા રચિત આદિકાવ્ય શ્રીમદ્વાલ્મીકિય રામાયણ સંસારનું સર્વપ્રથમ કાવ્ય માનવામાં આવ્યું છે.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

વડોદરા શહેરમાં હથિયારબંધી

aapnugujarat

સુરતમાં અલ્પેશ કથિરિયા પર રીક્ષા ચાલકે હુમલો કર્યો

aapnugujarat

राज्य में कुछ ही दिनों में नए १६ पुलिस स्टेशन बनाये जाएंगे : प्रदीपसिंह जाडेजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1