Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન : નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે તેમના પર લગાવવામાં આવેલા આરોપો પર ભાવુક નિવેદન આપ્યું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે, હું દેશદ્રોહી નથી, હું અને મારો પરિવાર પાકિસ્તાનની જમીનથી પ્રેમ કરી છે. તેઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનથી પ્રેમ કરે છે. આ કારણે છે કે ૧૯૪૭માં જ્યાપે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન આવી ગયો હતો.
નવાઝ શરીફ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે સોમવારે સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન નવાજ શરીફે તેમના બચાવમાં કહ્યું કે તેમની દેશભક્તિ પર સવાલ ન ઉઠાવો, તે પાકિસ્તાનને ખુબ જ પ્રેમ કરે છે.
નવાઝ શરીફે એક ઇન્ટરવ્યૂમાં સ્વિકાર્યું હતું કે ૨૦૦૮માં મુંબઇ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમના આ નિવેદનને દેશની વિરુદ્ધ વિશ્વાસઘાત તરીકે વર્ણવવામાં આવે છે. આ મામલે સિવિલ સોસાયટીના સદસ્ય અમીના મલિકે નવાઝ શરીફ અને તેમનું ઇન્ટરવ્યૂ લેનાર પત્રકાર સિરિલ અલમીડા પર દેશદ્રોહનો કેસ ચલાવવાની અરજી દાખલ કરી હતી.
નવાઝના આ નિવેદન પર વિવાદ બાદ તાત્કાલીન પ્રધાનમંત્રી શાહિદ ખાફન અબ્બાસીએ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી હતી. ત્યારબાદ અબ્બાસીએ નવાઝથી મળીને તેમને બેઠકમાં થયેલી ચર્ચાઓની જાણ કરી હતી. તેના માટે મલિકે અબ્બાસી પર પણ કેસ કર્યો છે.

Related posts

मैंने 5 करोड़ अमेरिकियों की नौकरी बचाई : ट्रंप

editor

૨૦૫૦ સુધી અમેરિકામાં સ્વચ્છ પીવાના પાણીની કટોકટી ઉભી થશે

aapnugujarat

ઉત્તર કોરિયા પાસે તમામ પ્રકારના ઘાતક હથિયારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1