Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં દારૂનો વપરાશ બમણો

૨૦૧૬નાં વર્ષમાં બેફામ દારૂ પીવાને કારણે ૩૦ લાખ કરતાં પણ વધારે લોકોનાં મોત થયાં હતાં, જેમાં પુરુષોની સંખ્યા ઘણી વધારે હતી. ડબ્લ્યૂએચઓના રિપોર્ટમાં એવું જણાવાયું છે કે લગભગ ૨૩.૭ કરોડ પુરુષ અને ૪.૬ કરોડ મહિલાઓ દારૂને કારણે પેદા થતી બીમારીઓનો ભોગ બની હતી. ભારત દુનિયામાં દારૂનું ત્રીજું સૌથી મોટું બજાર બન્યું છે. દારૂ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યાં છે કે યુવાનોમાં દારૂનું ચલણ વધી રહ્યું છે. માહિતી ટેક્નોલોજી સહિત ઘણા ક્ષેત્રોમાં યુવાઓને સારા પગારની નોકરીઓ મળવાને કારણે પબ સંસ્કૃતિ ફૂલીફાલી રહી છે.
દારૂની વિવિધ બ્રાન્ડોની કિંમત વધી હોવા છતાં પણ તેની માગ ઘટતી નથી કે પીનારાઓની સંખ્યા પણ ઘટતી નથી. એક બિન સરકારી સંગઠનના પ્રમુખ દિલીપ મોહંતી કહે છે કે હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવા શહેરોમાં આઈટી ઉદ્યોગમાં આવનાર ક્રાંતિ અને સારા પગારને કારણે હવે યુવાનો પાસે ઘણા પૈસા છે. અઠવાડિયામાં પાંચ દિવસ તનતોડ મહેનત બાદ શનિ-રવિએ પબમાં જઈને પૈસા ઉડાવતા હોય છે. દેશમાં આલ્કોહોલ નિર્માતા કંપનીઓનો રાફડો ફાટયો છે. દર મહિને બજારમાં દારૂની કોઈને કોઈ નવી બ્રાન્ડ આવી જાય છે.મોહંતી કહે છે કે દેશમાં દારૂની ખપત વધવાના મુખ્ય બે કારણો છે.જાગૃતાનો અભાવ અને સરળ ઉપલબ્ધતા. નોકરી કે રજાઓ ગાળવા માટે હવે લાખો ભારતીયો વિદેશ જાય છે. તે ઉપરાંત હવે તો દરેક ગલી-મોહલ્લામાં દારૂની દુકાનો ખૂલતી જાય છે. સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે જીવનશૈલીમાં સુધાર, વૈશ્વિકરણ જેવા કારણો દેશમાં દારૂનો વપરાશ વધવાના મુખ્ય કારણ છે. ડબ્લ્યૂએચઓ કહે છે કે ભારતમાં કુલ વસતીના લગભગ ૩૦ ટકા લોકો દારૂનું સેવન કરે છે. વિશ્વમાં ૨.૩ અબજ લોકો દારૂનું સેવન કરતા હોય છે. તેમાંથી ૨૬.૫ ટકા લોકો માત્ર ૧૫થી ૧૯ વર્ષના જ હોય છે.
આરોગ્ય તજજ્ઞો જણાવી રહ્યાં છે કે દેશમાં આલ્કોહોલનો વપરાશ વધવો ચિંતાનો વિષય છે. દારૂની આદત નાની ઉંમરમાં ઘણી બીમારીઓને જન્મ આપે છે. તેમાં મોં અને ગળાનું કેન્સર, લીવર સોરાયસિસ સામેલ છે. માનસિક રોગ વિશેષજ્ઞ સુનીલ અવસ્થી કહે છે કે લાંબા સમય સુધી દારૂનું સેવન કરવાથી પર્સનાલિટી ડિસોર્ડર જેવી સમસ્યાઓ પેદા થાય છે. તે ઉપરાંત મોટાભાગના રાજ્યોમાં ૧૮થી ૨૧ વર્ષ કરતાં ઓછી વયના યુવાનોને દારૂ વેચવો ગુનો બને છે.  સામાજિક સંગઠનો કહે છે યુવાઓમાં પીવાના ખતરાઓ પરત્વે જાગૃકતાનો ઘણો અભાવ છે.

Related posts

मोदी की नैया डूब रही है, आरएसएस ने भी छोड़ा साथ : मायावती

aapnugujarat

પુલવામામાં પાંચ આતંકીઓ ઠાર

editor

મુસ્લિમ મહિલાઓ માટે નવો ફતવો : ‘નેલ પોલિશ લગાવવી ઈસ્લામ વિરુદ્ધ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1